કોરોના મહામારી વચ્ચે આજે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. દેશભરમાં માર્કેટમાં દિવાળીની રોનક જોવા મળી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી છે.

   પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ કહ્યું કે દરેક દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુકામના. બધાને દિવાળીની શુભેચ્છા. આ તહેવારને વધારેમાં વધારે ઉજ્જવલ અને પ્રસન્નતા આપો. બધા લોકો સમૃદ્ધ અને સ્વસ્થ રહે.

    ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. આ સાથે નગારિકોને સમાજના ગરીબ, બેસહારા અને જરૂરિયાત લોકો માટે આશા અને સમૃદ્ધિનું કિરણ બની સંકલ્પ લેવાનો કહ્યું હતું.

રાષ્ટ્રપતિએ પોતાના સંદશમાં કહ્યું કે અલગ-અલગ ધર્મો અને સમુદાયોના લોકો દ્વારા મનાવામાં આવતો આ તહેવાર દેશમાં એક્તા અને ભાઇચારાની ભાવનાને મજબૂત બનાવે છે.