ઘણીવાર આપણે એવી સ્થિતિમાં મૂકાઇ જઈએ છીએ કે આ શું ? આપણી સમક્ષ ઉભું રહેલું દ્રશ્ય માનવામાં  જ ન આવે આવું જ કંઇ ગ્લાલિયરમાં એક ડીએસપી કક્ષાના અધિકારી સાથે થયું. હાલ અહીં શિયાળામાં અનેક ભિક્ષુકો રસ્તા પર ઠંડીમાં ઠઠરતા હોય છે. અને કેટલીક વાર પોલીસકર્મી પણ તેમને મદદ કરતા હોય છે. આવા જ એક ભિખારી જેને ઠંડીમાં ઠઠરતો જોઇને મદદ કરવા પહોંચેલા DSP પોતાની ગાડી રોકી અને જોયું તો તે તેમની બેચનો અધિકારી જ નીકળ્યો.એ જોઈ DSP તો આશ્ચર્યમાં પડી ગયા

   પ્રાપ્ત માહિતી અનુસાર ગ્વાલિયર પેટાચૂંટણીની મતગણના પછી ડીએસપી રત્નેશ સિંહ તોમર અને વિજય સિંહ ભદૌરિયા ઝાંસી રોડથી પસાર થઇ રહ્યા હતા. બંને જ્યારે બંધન વાટિકાની ફૂટપાથ પરથી પસાર થયા તો તેમણે રસ્તાના કિનારે એક ઉંમરલાયક ભિખારીને ઠંડીમાં ઠરતો જોયો. ગાડી રોકી આ બંને અધિકારીઓ તેને મદદ કરવાના આશયથી તેની પાસે ગયા. રત્નેશે પોતાના શૂઝ અને ડીએસપી વિજય સિંહ તેમનું જેકેટ તેને આપી દીધું. તે પછી બંને જ્યારે ભિખારીથી વાતચીત કરી તો બંને હતપ્રત રહી ગયા. કારણ કે આ ભિખારી તેમની જ DSP બેચનો અધિકારી નીકળ્યો.  જે છેલ્લા ૧૦ વર્ષથી ગુમ થયો હતો.

    આ ભિખારી છેલ્લા દસ વર્ષથી આ રીતે ભિખારી જેવું જીવન જીવતો હતો. અને તેની આવી હાલત થઇ તે પહેલા તે મનીષ મિશ્રાના નામે પોલીસ ઓફિસર હતા. વળી તે ખૂબ જ સારો નિશાનો પણ લગાવતો હતો. મનીષ ૧૯૯૯માં પોલીસ લાઇનમાં જોડાયો. જે પછી એમપીના વિભિન્ન પોલીસ સ્ટેશનમાં તેણે કામ પણ કર્યું. ૨૦૦૫માં તેણે છેલ્લે પોલીસની નોકરી કરતા હતા.

    ઘરના લોકો પણ તેનાથી પરેશાન થઇ ગયા. અને તેને અલગ અલગ જગ્યાએ સારવાર માટે લઇ ગયા. પણ એક દિવસ તે પરિવારજનોથી નજર ચુકવીને ભાગી ગયો. ભારે શોધખોળ પછી પણ તેની ખોઇ ખબર અંતર ના મળ્યા. આ પછી તેની પત્ની પણ તેને છોડીને જતી રહી અને તેને તલાક લઇ લીધા. મનીષ બીજી તરફ ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવ્યું. અને આમ કરતા તેને ૧૦ વર્ષ થઇ ગયા. આ બંને ડીએસપી સાથે મનીષ ૧૯૯૯ની બેચમાં હતા. હાલ તો બંને અધિકારીઓએ મનીષને એક સમાજસેવી સંસ્થામાં મુકવામાં આવ્યા છે.

    આ નિર્ણય પાછળનો હેતુ તેની સારી રીતે સાર સંભાળ થઇ શકે. તમને જણાવી દઇએ કે મનીષના પિતા અને કાકા પણ પોલીસ લાઇનમાં મોટા પદ પર હતા. હાલ મનીષના અને બેચના અધિકારી મળીને ફરીથી તેની સારવાર કરાવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી તેમનો મિત્ર ફરીથી સામાન્ય જીવન જીવી શકે. જો જો આવું પણ બને !