આપણા બોલીવુડના મશહુર કોરીયોગ્રાફર પ્રભુ દેવા પોતાના ડાંસની સાથે વ્યક્તિગત જીવનને લઇને પણ હાલમાં ચર્ચામાં આવી રહ્યા છે. જો કે પ્રભુદેવા ફિલ્મોમાં જેટલા સફળ રહ્યા છે, એટલા વ્યક્તિગત જીવનમાં કમનસિબે સફળ રહી શક્યા નથી. પત્નિ રામલત્તાથી છુટા પડી ગયા બાદ, તેમના સંબંધોની ચર્ચા સાઉથની અનેક અભીનેત્રીઓ સાથે થતી રહી છે.

     જોકે હવે પ્રભુદેવા હવે તેમની ભાણીની સાથે સંબંધોને લઇને હાલમાં સમાચારોમાં ચમકી રહ્યા છે. હકિકતમાં પ્રભુદેવા પોતાની ભાણીથી જ લગ્ન કરવા જઇ રહ્યા છે. એવા પણ સમાચારો મળી રહ્યા છે કે, ખુબ જ જલ્દી થી તેઓ તેમની ભાણી થી લગ્ન કરી શકે છે.

    વર્ષ 2011 માં પ્રભુદેવાની પત્નિ રામલત્તાથી છુટાછેડા લીધા હતા. આ દિવસો દરમ્યાન તેમનુ નામ અભિનેત્રી નયનતારા સાથે જોડાયુ હતુ. જોકે તે સંબંધો લાંબો સમય ચાલ્યા નહોતા. આ દિવસો દરમ્યાન પ્રભુ દેવા સલમાન ખાનની ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ માં વ્યસ્ત છે. તે આ ફિલ્મમાં નિર્દેશક છે.