વાઘ બારહ: આ સમગ્ર લેખ આદિવાસીઓની કુંકણા બોલીમાં લખવામાં આવ્યો છે જેની નોંધ લેવી.

આમને કુનબે ને હવા કાય, વારલી ને હવાઅ કાય ધોડે ને હવાઅ, બસ પાની વરસના કાય બસ પાળની ચાલુ દેવાં નાં નાવ ના કાય ખેતીવાડી ના હવા, કાય ઘર ના બાહેર નાં હવાં ,કાય ઢોરાં – ઢાંખરાના ,બસ પિરનીના મુરીત કરજઅ તથુંન ત દિવાસા પાસુંન ત દિવાળી સુધી વરજુલ ચાલુ, તેહલ કવળે ચવળે, કવળા વાળકા ના ત સ્વાદ જ ની ખબર પડ. ઘર ના ધનાવસ ને ધનાવીશ ની ત બસ એકુજ ચિંતા કાય નોકોની કાહી પાળની માં કાહી કમી રહી જાલ ત ઘરા- બારા માં, ખેતીવાડીમાં નોકો કાહી નુકસાન હુઈ ના ત બસ યે ચિંતા માં ને ચિંતા માં તેની દિવાસા પાસુંન ત દિવાળી તેહની ઇજાહા. ઇસી ત આમને કુનબેની કૌટુંબિક ભાવના. પ્રકૃત્તિ હારી હોડા તાદાત્મ્ય કાય, માં કાય સાંગુ? તેહના એક એક પાયે નાં ડગલાં પ્રકૃત્તિ લ વંદન કરત ચાલ, માલ પૂઢ હુંય એય દેવા …! મય કાય હોડાં પાપ કે હંવા કાય માલ યીસે આદિવાસી જાતિ માં જન્મ દેવાં તુંય દિધાસ..! પન ની દેવા હું ની… તુમી બેસુજ કરેલા આહસ, આજ માં બો ખુશ આહાવ, કાય માલ તુંય ઈસી મહાન સંસ્કૃતિ માં તુંય માલ જનમ દિધાસ દેવા..! તુમના કોઢાક મોઠા ઉપકાર આહા.. ઈસી મહાન સંસ્કૃતિ માં આમને કુંનબે ની રીત રિવાજ ની કાય ગોટ તુમાલ સાંગું…

દિવાસા હોડેજ આપલા આદિવાસી સંસ્કૃતિ ના પીહલા સન (તહેવાર)ને તો પન કોનાં ના..? ગાવતરી ને નાવના, યે દિસી હળ ની જોડું લ બલ આખા દિસ ચરત અન એળચનેવર દેવાં ને નાવ નાં ને ગાવત્રી ને નાંવ નાં દિવા પેટવત ઈસા આદિવાસી સંસ્કૃતિ ના ગાવત્રી ને નાવના ઈસા સન. (તહેવાર) ઈસી ગોટ આહા કાય દિવાસા ને દિસ દિવા ના વાંસા, દિવા પેટવા કાય તો 100 દિસા વર દિસ લ વાળીલ હોંડેજ સાંગાં જ કાય દિવાળી, વાહ કાય તુનાં સંજોગ ને કાય તુના યોગ..!

યે દિવાસા ને દિવાળી ને દિસા માં યેહે હોડેજ “આમની ત’બારસી”આશો ની નવરાત્રિ ગઈ કાય બસ આદિવાસી લોકા ની શક્તિ ઉપાસના ના પર્વ ચાલુ આસો મિહિના ની પૂનમ મગ અંધારે આંના કાય માંવલી માતા ની પૂજા ચાલુ હુંય હ ઇ પન એક આદિવાસી લોકો માટે નાં નોરતાં જ આહા આદિવાસી સંસ્કૃતિ ની રીત રિવાજ પ્રમાણે માવલી ઘુમી હન માતાજી ની પૂજા કરજહ.. જઠ સઘળે માંવલી લ ઘુમુલ જાગા બનાવજ યે જાગાલ રવાલ સાંગજ, રવાલ ની જાગાં બનાવતાં પૂઢ પડાળ પાડજ, મગ એક મોખવલેના ફૂલ હુન ભરેલ બેશ છોડ રોપવામા યે તેલ આયા ની વાડી કાય આયા નાં દરબાર સાંગા જ, આયા નાં દરબાર બનાવતા પૂઢ ચુભુત બંધારણ કરવામાં યેહે અન યે આયા નાં દરબારમાં બુહુ લોક શ્રધા રાખી માવલી માતાને નાવનાં ઘુમત, યે આયાને દરબારમાં સઘળાં લોક ને સઘળાં દેવી દેવતા ને નાવના લોક ઘૂમત …કોની ઇંગળે દેવ ઘુમ ત, કોની બોમલે દેવ ઘુમ ત, કોની હિરવા દેવ ઘુમ ત, કોની મહાદેવ નાં ઘુમ ,ઇસા જાતવારી નાં દેવ ને જાત વારી નાં ઘૂમત, આયા ને દરબારમાં આયા નાં સઘળાં પૂજારી કોની તમાકુના, બિડીના પૂજારી પન તેલ હૂખાવાળી સાંગ વામાં યે આયા ને દરબાર માં પૂજારી લોકા હિ સાંગા કાય “આયાલ હુખા પાયજ “કાય લગેજ ઘોળ કાઠી લી ને “આયાં હુખાવાળી, “આયાં દય હુખાં પાયજ” ઇસા સાંગ ત જેલ સોંપેલા તો માનુષ ઊઠ. અન હૂખા ઉઘરાવ (હુખા હોડેજ તમાક, ચૂના,ઈડે જિસા કાહી પન વ્યસન) અન કોનાલ પારને દેવ યે હવા ત તો આયાં હિંડોળી સાંગત તો માનુષ તેને નાવના ઘૂમૂલ લાગ, કોની આયા નાં ધોબી ના ઘૂમ તો કપડાં લી હન તળાવ કાય નય વર ઘૂમત ઘૂમત ધવુલ જા.

યે આયાં ને દરબારમાં આનેલાત સઘળાં પૂજારી આપાલ મેલા ઘેલા કપડાં પોવેલ દેખા જ તાહાત પન તે માનુષ એક નંબર ની પાળની કરત, બોલચાલમાં હવા, કાય કાહી પન હવા, તે પાળનીમાં ચૂકત નીહી, ખાવાં પિવા માં અન બાયકો પોર માં સઘળાં પાળત, એક નંબર નાં બૃહ્યમચયૅ પાળત, અન તિસા કાય બારમે દીશી આમની બારસ હોડે જ “આમની બારસી” બારશી ને દિસ સકાળીજ ઉઠનાશ કાય કપડાં ની ગાતી બાંધી હન ગાયનાં દૂધ તામંબે માં લિહ્ ન તિસાં કાય નય વર જાત, તે નય ની જાગા લ વાઘાયે સાંગાજ વાધાયે વર જાય હન કપડાં ધવી હન હાંઘળી હન બધાં ગાંવ લોક વાઘદેવ ની પૂંજા કરત વાઘદેવ લ સેનદુર, દૂધ, નારિયેલ, દીવા, અગરબત્તી કરત, આન મગ તી દૂધ સેનદુર લીહન પોત પોતાને કુટુંબ ફળે માં એક જાગ ગાય દોબડા લ ચરૂલ હવી તે ચરણ માં સેગળા ને ઝાડા ની ડાખળી નાં ઝોરા અન ગુરાના સેન નાં ફોદા માસુન એક જાગ લીપન કરત અન તીન ચેર દગડ નાં દેવ બનાવત તેલ સેનદૂર નાં ટીળા કરત, બધે બાળદે વર કાઠી માંગ જ આન તી કાઠી મોડી હન તે સેગળાના ઝોરા અન દગડા નાં દેવ સુંબુર બધે બાળદે ને કાઠે થેવી દેવા માં યેત્ અન મગ કોડી ને ઝાડા નાં પાન નાં ટોપા બનાવી તેમાં દૂધ લિહન બધે નાં ગુરા ભેગા કરિહન તે હને ચુંભૂત ફિરિહ ન ગુરાહલ ઉફડવી દેત અન મગ બાળદે પોર લ બારસી ને નાવના ખાવાડી દેત. ઈસી આમની બારસી.

વાઘ બારસ નાં મહત્વ આદિવાસી સંસ્કૃતિ માં ખૂબ જ મહત્વપૂર્ણ આહા વાઘ બારસ ને દિસ વાઘદેવ લ પૂંજ વા માં યે કાહાકાય આદિવાસી લોકોના તમામ આધાર ખેતીવાડી વર,અન ગુરાની ચાકરી વર રહેલા આહા હોડેજ બારસી ને દિસ વાઘદેવ લ સેનદુર, દૂધ, દિવા કરી હન માનતા માનત કાય હેં વાઘદેવ આમને ઘરાત દારા ત, બાહેર – ખેતીવાડી માં ,કઠ પન આંચ નોકો એવદેસીલ ઈસી બોલી કરવામાં યેહે અન બારસી ને દિશી વાઘ દેવ લ દારૂ કાય ચાય પાની ની સાક પાડી હન બોલી કરત હોડેજ પન સાંગવામાં યેહે કાય વાઘબારસ.

દેવા દારી, રાન દારી બધે સેવા પૂજા કરી હન તિસાકાય રાથ ને ગાતી બાંધીહાન ડોંગર દારી પુંજુલ સાટી તીયેરી કરત તેમાં આદિવાસી લોકા ની કુળદેવી ગનાજ તી દેવી આયા માની કનસરી ની પૂજા અન યી પૂજા હોડેજ માવલી પૂજા અન પુઢ સાંગી ગે તીસા આદિવાસી લોકા ની આખાં વરીસ ની જિ પાળની કરી હવી તેની પરીક્ષા, યી આયા માની કનસરી ની પૂજા કરુલ ડોંગર વર જાવલ તેને સાટી નવાં પીકવેલ ભાતાની શેષ એક સફેદ ફાળે માં બાંધવામાં યે અન એક ફૂલાની અવાડી (ફૂલ દાની) બાંધવામાં યે,અન તીસાકાય ડોંગર વર કાહી વાંધા ની યે તેને સાટી ભાશ હેરવામાં યે અન મગ દેવ બાયકો પોર નાં આશીર્વાદ મેળવી હન કમરામાં ગાતી હન ગાતીને એક છેડાલ ફૂલ ની વાડી ભેરવી હન એક હાથાત ઘોળ-સાઠ અન દૂસરે હાતી કાઠી લી અન એક ઘરીના એક કાય દોન જન નીઘત જવડા ઘાલી હન દોન -દોન જન હાતા ત હાત ઘાલુન હૈશો હૈશો ચો…..ઓ ..ઓ…..ઓ…કરત રાથને ઘૂમત ઘુમત ચાય પાની કરત કરત આયા ને દરબાર માં જોડાજત. તેલ સાતસે પોહો સાંગા જ.

બારસીને દૂસરે દિસ સકાળને વર મરખે જ એક વરીસ ડોગરા ને વર માથાવર આયામાની કનસરીની પૂજા કરત, અન દૂસરે વરીસ ડોંગરને ખાલ તળી વર આયામાની કનસરીની પૂજા કરત, ઈસા વરસા ના ધારા, વાયલે વાયલે ગાવાત સુન માવલે યેત તેહી નક્કી કરેલા તે જ પરમાન આયા માની કનસરીની પૂજા કરુલ સાટી માવલે તઠ ભેગે હુય ત.

આયામાની કનસરીની પૂજા કરુલ સાટી માવલે હી નકકી કરેલ પરમાન પૂઢ પૂજારી રુપ દિવા લીન ચાલ તો દિવટે સાંગ જ, (તેલ ચૂડ વાળા પન સાગા જ) તેને માગા ખાધાં વર પાની લીન ચાલ તો પાન ભરે સાંગ જ, ઈસા ઈસા બૂહૂ જન પૂજારી, જેલ જિ કામ સોંપવામાં આનેલા તો પૂજારી તી જ કામ કરત. અન મગ નકકી કરેલ એક જાગા વર ગોળ ગોળ ફિરિ હન પાયે ખુનુ જ ખૂંદી હન આયામાની કનસરીની પૂજા કરુલ સાટી ખળી બનાવ જ. તઠ મગ દોન માવલી જેલ સોંપેલા તે તેલ સિગે સાંગા જ તે દરેક માવલે ની લયનેલી ગાતી છોડી હન તેમાં સુન એક દોન-દોન ખોબા જોડી શેષ લી હન તે ખળી વર ટાકવામા યે અન એક મોઠા કનસરી નાં ઢિગ હુંય, યે શેષ નાં ઢીગ હોડેજ કાહી સામન્ય વસ્તુ નાં ઢીગ નીહી પન દરેક માવલી ની મહેનત મજૂરી કરી ન પીકવેલ અનાજ ના દાના હોડેજ આયા કનસરી ના સાક્ષાત માતાજી ના રૂપ, દરેક ને ઘરી પીકનેલ આયા કનસરી ના જે જાગા વર ભેટા હુંય, માવલે ના માવલે હારી ભેટા હુય કોઢાક બેસ યોગ સાંગા જ, તેં આયા કનસરીની પૂજા કરુલ સાટી શણગારવામાં યે્ શણગારું લ ની રીત પન કોઢીક બેસ..તી..!

આ..હા..હા..બધે માવલે ની ગાતી ની શેષ છોડાજી રહની કાય તે લ શણગારું લ ફૂલા પાય જત ત કમળનાં ફૂલા આનું લ તળાવ માં લેવલ જાત તેલ સાંગ જ ભૈશા, (ભિષે) જો પૂરા શક્તિ શાળી અન સત વાળા ભિષે હવા તો જ ફૂલા લેવલ તળાવ માં જાય શક બાકી નબળે -પાતળે માવલી ના કામ ની ગનાજ. કંસરી આય લ ચઢવુંલ સાટી કોની ભિસે ખેતર માસુંન લીલા ભાત ને આંગરી પન લયત એક કઢુન ભિષે ફૂલા લય ત દૂસરે કઢુન આયા માની કનસરી લ શણગારું લ ચાલુ કરજ કોની નવી નવી ચૂંદડી લઈ ને લા ત કોની નવી નવી ફૂલા ની ચાદર ત કોની હાર લય ને લાત ઇશા બધાં આંયાં માંની કનસરી વર ચઢવત અન મગ ભિષે લોકા હિ આનેલાત તળાવ માં સુન ફૂલા વર ચઢવત અન મગ જ આયા કનસરી માતા ના રુપ હેરુ લ જડ તી ત અકલ્પનિય માલ ત લાગહ…! અન મગ તાહા ભૂર બાવા ઘૂમ.. અન મગ જેલ કનસરી ની કથા લાવું લ સોંપવામાં આનેલા તે માનુષ જ સાંગડ વાજવત કાહની લાવત. કહાની નાં બોલ ત બો નીંહી સમજાયત પન.. આયા તુદય યિહુ પડીલ.. આયા ભૂર બાવા ઘુમ તુદય યિહું પડિલ… ઈશા સુંદર કાનાલ આયકાય ને આખી કનસરી માતાની કથા લાવા જ. અન મગ તીજ ઢિગ કરેલી શેષ પાછી બધે માવલે લ વાટી હોપવામા યે અન મગ દૂસરા વરીશ બેશ જા ને ઘરા બારા માં બેશ બરકત યે ઈસી માનતા લેત. મગ એક જાગ બીસી હન ખાત તે જાગાલ રંધવાની સાંગા જ, અન નવાં માવલી નાં ઉપાસક હવા તેલ શક્તિ હોપત અન મગ પોત પોતાને ઘરી જાત ઈશી આમની આદિવાસી લોકા ની કુળદેવી ની પૂજા, હોડેજ આંયાં માંની કનસરી માતાની પૂજા. તીજ આમની આદિવાસી લોકા ની ધન તેરસની લક્ષ્મી પૂજા. કનસરી જ આદિવાસી લોકા નાં ધન અન તેની પૂજા તીજ આમની આગલે દિસ ની બારસી અન ડોંગર વર દૂસરે દિસ પૂજા હૂય તી જ ધન તેરસની કનસરી પૂજા તીજ લક્ષ્મી પૂજા. હોડેજ માં સાંગા કાય વાઘબારસ તી જ આમની આદિવાસી લોકા ની ત બારસી..

BY: ગણેશ.ડી.ગાવિત