દિલ્હી: સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ દીપક ગુપ્તાના નિવૃત્તિને એક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફેરવેલ અપાયું હતું તેમાં દેશની ‘લો’ સિસ્ટમ વિષે તેમનું કહેવું હતું કે દેશની લીગલ સિસ્ટમ અમીરો અને શક્તિશાળી લોકોના પક્ષમાં થઈ ગઈ છે.

જસ્ટિસ ગુપ્તાએ જણાવ્યું કે, કોઈ અમીર વ્યક્તિ જેલમાં હોય છે તો કાયદો પોતાનું કામ ઝડપથી કરે છે પરંતુ ગરીબોના કેસમાં વિલંબ થાય છે. અમીર લોકો જલ્દી સુનાવણી માટે ઉચ્ચ ન્યાયપાલિકમાં પહોંચી જાય છે પરંતુગરીબ આવું કરી શકતો નથી. ત્યાંજ કોઈ અમીર જામીન પર છે તો કેસમાં વિલંબ થાય તે માટે ઉચ્ચ ન્યાયપાલિકમાં જવાનો ખર્ચ ઉઠાવી શકે છે.

જસ્ટિસ ગુપ્તાએ વધુમાં કહ્યું કે કોર્ટે જ પોતાનું ઈમાન બચાવવું જોઈએ. દેશના લોકોને જ્યુડિશયરી પણ ખૂબ જ વિશ્વાસ છે. હું જોઉં છું કે વકીલ કાયદાને બદલ રાજકીય અને વિચારધારાના આધારે દલીલ કરે છે. આવું થવું જોઈએ નહીં. સંકટના સમયે ખાસ કરીને અત્યારે જે સંકટ છે ત્યારે મારા અને તમારા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન નહીં થાય પરંતુ ગરીબો સાથે હંમેશા આવું થાય છે. જો કોઈ તેમનો અવાજ ઉઠાવે છે તો કોર્ટે તેને સાંભળવી જોઈએ. તેમના માટે જે બની શકે તે કરવું જોઈએ.