તાપી: દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે સમર્પિત ભારતીય સેનામાં ખડેપગે લેબેનોનની સરહદે સંયુક્ત રાષ્ટ્ર સંઘ UN MISSION ની શાંતિ સેનામાં ફરજ બજાવી વ્યારા તાલુકાના ખોડતળાવ ગામના રેવાપટેલ ફળિયાના જાંબાઝ જવાન હેતલભાઈ કે. ચૌધરી તાપી જિલ્લાનું ગૌરવ છે.

હેતલભાઈએ 6 મહિના સુધી ઈઝરાયેલ બોર્ડર ઉપર સંયુક્ત રાષ્ટ્ર સંઘ UN MISSION ની શાંતિ સેનામાં ફરજ બજાવી હતી અને નવેમ્બર, 2022 માં લેબેનોનથી પરત ફર્યા હતા. દેશના 8 જેટલા જવાનો સહિત જુદા જુદા 12 દેશના સૈનિકો સાથે સતત કાર્યરત રહી ઈઝરાયલ,પીડીયા અને લેબેનોન સરહદે પેટ્રોલીંગમાં તેઓ જતા હતા.

ખોડતળાવ ગામની પ્રાથામિક શાળામાં શિક્ષણ મેળવીને માધ્યમિક ઉચ્ચત્તર ધજાંબા હાઈસ્કુલ અને ધ માંડવી હાઈસ્કુમાં ધોરણ-૧૨ સુધી અભ્યાસ કર્યો છે. વર્ષ ૨૦૧૧માં હેતલભાઈ ચૌધરી ભારતીય સૈન્યની આર્મીની 11th BN THE MAHAR REGIMENT ભોપાલ ખાતે સૈન્યમાં જોડાયા હતા.અને મધ્યપ્રદેશ, પંજાબ, વેસ્ટ બંગાલ, જમ્મુ-કાશ્મીર, શિમલા વગેરે રાજ્યમાં ફરજ બજાવી છે. તેઓ રમત-ગમતમાં પણ રુચિ રાખે છે અને રાંચી ખાતે હોકી, ફૂટબોલની તાલીમ મેળવી છે. તેઓએ તાપી જિલ્લાના યુવાનો રમતક્ષેત્રે તેમજ ભારતીય સૈન્યમાં પોતાની કારકિર્દી ઉજવળ બનાવે તે માટે ખોડતળાવ ગામમાં રમત-ગમતનું મેદાન તૈયાર કરવાનું સપનું સેવે છે.

હેતલભાઈ ચૌધરીનું પરિવાર ખેતી વ્યવસાય સાથે સંકળાયેલું છે. તેમની માતાનું નામ કવિતાબેન છે અને પત્નીનું નામ  સુમિતાબેન છે હાલમાં હેતલ ચૌધરી ગામના યુવાનોને પણ અવનવી ભરતીઓની તૈયારી માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્રના પરામર્શમાં રહીને યુવાનોના વિકાસ માટે તત્પર છે. ગામના સરપંચશ્રી નિરજાબેન અર્જુનભાઈ ચૌધરી, ગ્રામજનો સહિત જિલ્લા વહીવટીતંત્રએ હેતલભાઈની દેશસેવાને બિરદાવી છે.