ડાંગ: વર્તમાન સમયમાં જ અરવલ્લીના મોડાસામાં ગુજરાત રાજયકક્ષા સ્પર્ધા ડાંગ જિલ્લામાં આવેલ સ.મા અને ઉ. મા.શાળા, ગાઢવીના વિધાર્થીઓએ શાળાકીય રાજયકક્ષાની અંડર- 19 ખો- ખો રમતમાં ડાંગ જિલ્લા તરફથી ભાગ લીધો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ રાજયકક્ષા સ્પર્ધા તા. ૦૭/૧૧/૨૦૨૩ થી ૦૮/૧૧/૨૦૨૩નુ આયોજન પ્રાર્થના વિધાલય, તા.મોડાસા જિ.અરવલ્લીમા થયો હતો. જે સ્પર્ધામાં ડાંગ જિલ્લાએ મોરબી, સાબરકાંઠા, સુરત સીટીને લીગ રાઉન્ડમાં અને અરવલ્લીને સેમીફાઈનલમાં હરાવી ફાઇનલમાં પહોંચી હતી. ગાંધીનગરગ્રામ્ય સાથે ફાઇનલ રમતા બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

ડાંગ જિલ્લા ખો-ખો ટીમના મેનેજરશ્રી ગાગોર્ડે નિતેશભાઈ એલ. અને કોચશ્રી ચૌધરી સચીનભાઈ એ. એમના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. અને રાજયકક્ષાએ ડાંગ જિલ્લાના છ (૬) ખેલાડીઓની પંસદગી થઈ છે જે એક ડાંગ જિલ્લા માટે ગૌરવની બાબત છે.