આવી રહેલી દિવાળીના તહેવારોની ઉલ્લાસપૂર્વક ઉજવણીનો પ્રારંભ થઇ ગયો છે. હવે આવતીકાલે ધનતેરસનું પર્વ ઉજવાશે. શાસ્ત્રવિદોના મતે ધનતેરસે કેરલી પૂજા એ સહસ્ત્રગણી ફળદાયી હોય છે.

   આસો વદ મહિનાની તેરસે ધનતેરસની ઉજવણી થાય છે. આ દિવસે નવું ધન, ખાસ તો સોનું-ચાંદી ખરીદવી શુકનવંતી ગણાય છે. લોકો આ દિવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભ દિવસે ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્વ છે. આ દિવસે સમુદ્ર મંથનના ફળ સ્વરૃપે ભગવાન ધન્વંતરી ઉત્પન્ન થયા હોવાથી તેને ધન્વંતરી ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, ‘ધનતેરસે ધન્વંતરી દેવ અને અને કુબેર દેવનું પૂજન અનિવાર્ય છે. આરોગ્ય સુખાકારીના દેવ ધન્વન્તરી જ્યારે સમૃદ્ધિ-ઐશ્વર્યના દેવ કુબેર છે. લક્ષ્મીકૃપા તેની જ સાર્થક થઇ ગણાય જેનું આરોગ્ય સારું ઐશ્વર્ય-સમૃદ્ધિ ભોગવી શકે.

   લક્ષ્મીના કમળના પુષ્પ ગુલાબના પુષ્પો અને શ્વેત સુગંધિત પુષ્પો અતિપ્રિય છે તેમજ ગાયના દૂધમાંથી બનાવેલી કોઈપણ મીઠાઈ એમને અતિપ્રિય છે ગુલાબની સુગંધ મોગરાની સુગંધ કે ચંદનની સુગંધ તેમને અતિ પ્રિય છે પૂજા ખાસ અબીલ ગુલાલ સિંદુર કુમકુમ અક્ષત મીઠા ફળ ફળાદી તેમજ પંચામૃત કેસર દૂધ કમળ કાકડી વગેરે પૂજામાં અવશ્ય રાખવું.