ગુજરાતમાં આજે કોરોનાના ૯૭૧ પોઝિટિવ કેસોની નોંધણી થવા પામી છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧, ૮૧, ૬૭૦ થઈ ગઈ છે. બીજી બાજુ આજે રાજ્યમાં ૯૯૩ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં ૧, ૬૫, ૫૮૯ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. આજે રાજ્યમાં ૫૧,૭૮૯ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

    મૃત્યુદરની જોઈએ તો રાજ્યમાં ૫ દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ મૃત્યુઆંક ૩, ૭૬૮ થયો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના ૧૨, ૩૧૩ એક્ટિવ કેસ છે. જેમાંથી ૬૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે ૧૨, ૨૯૪ દર્દીઓની હાલતમાં સ્થિરતા આવી છે.

    રાજ્યમાં જુદા જુદા શહેર અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાના કેસની સંખ્યા વિષે જોઈએ તો અમદાવાદ શહેરમાં ૧૬૯ કેસ, સુરત શહેરમાં ૧૫૬ કેસ, વડોદરા શહેરમાં ૯૦ કેસ, રાજકોટ શહેરમાં ૫૯ કેસ, મહેસાણામાં ૪૫ કેસ, વડોદરા ગ્રામ્યમાં ૩૯ કેસ, પાટણમાં ૩૮ કેસ, સુરત ગ્રામ્યમાં ૩૩ કેસ અને રાજકોટ ગ્રામ્યમાં ૩૧ કેસ પોઝિટિવ નોંધાયા છે.

   ગાંધીનગર શહેરમાં ૨૩ કેસ, બનાસકાંઠામાં ૨૧ કેસ, સુરેન્દ્રનગરમાં ૨૧ કેસ, કચ્છમાં ૨૦ કેસ, ગાંધીનગર ગ્રામ્યમાં ૧૬ કેસ, અમરેલીમાં ૧૫ કેસ, દાહોદમાં ૧૫ કેસ, અમદાવાદ ગ્રામ્યમાં ૧૪ કેસ, મોરબીમાં ૧૪ કેસ, ખેડામાં ૧૨ કેસ, અરવલ્લીમાં ૧૧ કેસ, મહીસાગરમાં ૧૧ કેસ, પંચમહાલમાં ૯ કેસ, પોરબંદરમાં ૯ કેસ અને  સાબરકાંઠામાં પણ ૯ કેસ પોઝિટિવ નોંધવામાં આવ્યા છે.

    જામનગર ગ્રામ્યમાં ૮ કેસ, જામનગર શહેરમાં ૮ કેસ, જૂનાગઢ ગ્રામ્યમાં ૮ કેસ, જૂનાગઢ શહેરમાં ૮ કેસ, નર્મદામાં ૮ કેસ, ભાવનગર શહેરમાં ૭ કેસ, ગીર સોમનાથમાં ૭ કેસ, ભરૂચમાં ૬ કેસ, બોટાદમાં ૬ કેસ, દેવભૂમિ દ્વારકામાં ૬ કેસ, તાપીમાં ૫ કેસ, આણંદમાં ૪ કેસ, વલસાડમાં ૪ કેસ, છોટાઉદેપુરમાં ૩ કેસ, નવસારીમાં ૨ કેસ અને ભાવનગર ગ્રામ્યમાં ૧ પોઝિટિવ કેસની નોંધની થઇ છે.