ગુજરાતની આજે વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી માટે ચૂંટણી પંચ સજ્જ બન્યું છે. કુલ ૨૫ મથકો પર મતગણતરી હાથ ધરાશે. આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાન મથકોની સંખ્યામાં વધારો કરાયો હોવાથી ઇવીએમની સંખ્યા પણ વધી છે જેને કારણે મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે. ૧૭ મતદાન મથક પર EVM થી મતગણતરી થશે. કુલ ૯૭ ટેબલ પર મત ગણતરી હાથ ધરાશે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થશે.

    ઉલ્લેખનીય છે કે આ બેઠકોના રાઉન્ડની વાત કરીએ તો અબડાસા ૩૦ રાઉન્ડ લીંબડી ૪૨ રાઉન્ડ મોરબી ૩૪ રાઉન્ડ ધારી ૨૯ રાઉન્ડ ગઢડા ૨૭ રાઉન્ડ કપરાડા ૨૭ રાઉન્ડ કરજણ ૨૮ રાઉન્ડ ડાંગ ૩૬ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે.

    બધા જ મતદાન મથક પર થર્મલ સ્કેનિંગ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી ગણતરી થશે. ટેબલ દીઠ સોશિયલ ડિસ્ટન્સના કારણે એજન્ટને મુશ્કેલી ન પડે માટે તે માટે મોનિટર ડિસ્પ્લે મૂકાશે. દરેક મતદાન ગણતરી સેન્ટર પર મેડિકલ ટીમ ઉપલબ્ધ હશે.  મતગણતરી મથકો ઉપર ૩૨૦ નો સ્ટાફ ઉપસ્થિત રહેશે.

    પેટાચુંટણી આઠ બેઠકો પર આજે બપોર સુધી મતગણતરીના રાઉન્ડ પ્રમાણે પરિણામો આવી શકે છે. ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે. સૌપ્રથમ પરિણામ કપરાડા અને ગઢડા બેઠકમાં સૌથી ઓછા ૨૭ રાઉન્ડ હોવાથી પ્રથમ પરિણામ આવશે. તો સૌથી વધુ ૪૨ રાઉન્ડ લીંબડી બેઠકમાં હોવાથી લીંબડીનું પરિણામ સૌથી મોડું આવે તેવી સંભાવના છે. તો ધારી અને કરજણ બેઠક ઉપર મતગણતરી ૨૮ રાઉન્ડ હાથ ધરાશે. એટલે બીજા ક્રમે પરિણામ આવે તેવી સંભાવના છે. તો અબડાસામાં ૩૦, મોરબીમાં ૩૪ અને ડાંગમાં ૩૬ રાઉન્ડ હોવાના કારણે બીજી બેઠકો કરતા થોડું મોડું આવી શકે.