પહેલો રોમાંચ દેશમાં બિહારનું જનાદેશ આજે આવશે. મહાગઠબંધન ૧૨૨ બેઠક જીતશે તો તેજસ્વી સીએમ બનશે અને જો આમ થશે તો ભારતના બીજા સૌથી યુવાન સીએમ બનશે. તેઓ સોમવારે ૩૧ વર્ષના થયા હતા. અગાઉ પુડુચેરીમાં એમઓ ફારુક ૩૦ વર્ષની વયે ૧૯૬૭માં સીએમ બન્યા હતા. રાજકારણમાં આવ્યા પહેલા તેઓ ક્રિકેટ રમતા હતા. આઈપીએલની દિલ્હી ટીમમાં રહી ચૂક્યા છે.

     હાલમાં ચાલી રહેલા તેજસ્વી નો જે જુવાળ બિહારના યુવાઓમાં ફેલાયો છે અને મીડિયા એક્ઝિટ પોલ સાચા સાબિત થશે તો તેજસ્વી એવા પસંદગીના નેતાઓમાં સામેલ થશે કે જેમણે પિતાની જેમ CM પદ સંભાળ્યું છે પરંતુ જો નીતીશકુમાર સરકાર બચાવવામાં સફળ રહેશે તો તેઓ બિહારના CM બનનારા પહેલા નેતા હશે.

      બીજો રોમાંચ એટલે આજે ગુજરાતની ૮ બેઠકો અને મધ્યપ્રદેશ સહિત ૧૦ રાજ્યોની ૫૪ બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ મંગળવારે આવશે. મોટાભાગની નજર મધ્ય પ્રદેશની ૨૮ બેઠક પર છે. સત્તામાં જળવાઈ રહે તે માટે તેણે ૮ બેઠક જીતવી જરૂરી મનાય રહ્યું છે.

     ત્રીજા રોમાંચ એટલે આજે આઈપીએલ ફાઈનલ મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાનારી મેચ છે. મુંબઈની અત્યાર સુધીની તાકાત મધ્યમ ક્રમ અને ઝડપી બોલિંગ આક્રમણ રહ્યું છે. બીજી બાજુ દિલ્હીને મધ્યક્રમે મુશ્કેલીમાં દેખાય રહ્યું છે. પરંતુ ધવન, રબાડા અને સ્ટોઇનીસ તેના આધાર ફૂલ ફોર્મમાં છે જે એકલા હાથે બાજી પલટી શકે છે. ખરેખરો મુકાબલો મુંબઈની બેટિંગ અને દિલ્હીની બોલિંગ વચ્ચે થશે.

     IPLમાં બંને ટીમના તફાવત પર નજર નાખીએ તો મુંબઈએ હજુ સુધી રમેલી ૫ ફાઈનલમાંથી ૪માં વિજય મેળવ્યો છે. દિલ્હીની આ પ્રથમ ફાઈનલ છે. મુંબઈએ ચારેય ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરીને જીત મેળવી છે. ૨૦૧૦માં ટાર્ગેટનો પીછો કરતા તેને હાર મળી હતી. મુંબઈ-દિલ્હી વચ્ચે થયેલી ત્રણ મેચમાં મુંબઈનો વિજય હાંસિલ કર્યો છે. આથી ક્રિકેટ જાણકારો મુંબઈનું પલ્લું ભારે ગણી રહ્યા છે. આજના આ ટ્રિપલ રોમાંચ નો સંજોગ પણ અજબ બન્યો છે  એક તરફ લોક નિર્ણયથી લોક પ્રતિનિધિન વરણી થશે અને બીજી તરફ બંને ટીમોના ખેલાડીઓના નિર્ણય સૂઝથી IPL 2020 તાજ પોતાના નામે કરશે.