ગઈકાલે વલસાડ જીલ્લાના ૧૮૧ વિધાનસભા કપરાડા બેઠકના ૬૦ વર્ષના ઈતિહાસમાં ભાજપે બીજી વખત વિજય મેળવ્યો છે આ પહેલા ૧૯૯૫માં ભાજપમાંથી માધુુભાઈ રાઉત ભાજપમાંથી ચૂંટાયા આવ્યા હતા. તેમનો બે વર્ષોનો ટુકો કાર્યકાળ રહ્યો હતો એ પછીના વર્ષોમાં સતત કોંગ્રેસમાં જીતુભાઈ ચૌધરી ચુંટાઈ આવ્યા હતા પણ આ વખતે જીતુભાઈ ચૌધરી ભાજપમાંથી ચુંટણી લડયા અને આ વર્ષોથી કોંગેસનો ગઢ મનાતી આ બેઠક પર પોતે જ ભાજપનો ભગવો લહેરાવ્યો.
કપરાડા વિધાનસભા બેઠકની ૩ નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીની મત ગણતરી મંગળવારે કપરાડા કોલેજ ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી. જેમાં પહેલા પોસ્ટલ બેલેટની મત ગણતરીમાં જીતુ ચૌધરીએ લીડ મેળવી અને EVMમાં પણ પ્રથમ રાઉન્ડથી જ જીતુ ચૌધરીએ લીડ પ્રાપ્ત કરી જે અંતિમ રાઉન્ડ સુધી યથાવત રહી. કોંગ્રેસના ઉમેદવાર અંત સુધી લીડ કાપી શક્યા ન હતા. બેઠકના ૨૮ રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થતા ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી ૪૭૦૬૬ જંગી મતો ચૂંટાયા હતા.
કપરાડા બેઠક પર સવારે ૮:૦૦ કલાકે ચાલુ થયેલી ૨૮ રાઉન્ડ ચાલેલી મત ગણતરીમાં ભાજપ પ્રથમ રાઉન્ડથી જ સરસાઈ સાથે આગળ રહ્યું. કોંગ્રેસને એક રાઉન્ડમાં પણ આગળ નીકળવા દીધા ન હતા. આખરી રાઉન્ડમાં ભાજપ જીતી ગયું હતું. જંગી મતોથી ચૂંટાયેલા જીતુભાઈએ તાલુકાના જે પણ કામ બાકી હશે તે પૂર્ણ કરવા વિશ્વાસ આપ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈને કુલ ૬૫૮૭૫ મતો મળ્યા હતા અપક્ષ જ્યેન્દ્ર ગાંવિતને ૨૭૭૬ મતો મળ્યા અને અપક્ષના ઉમેદવાર પ્રકાશ પટેલને ૫૩૦૧ મત મળ્યા હતા. જ્યારે ભાજપના પક્ષના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીને ૧૧૨૯૪૧ મતો મળ્યા હતા. આમ જીતુભાઈ ચૌધરી ૪૭૦૬૬ જંગી મતો ચૂંટાયા હતા. જીત બાદ જીતુભાઈ ચૌધરી સાથે ભાજપના કાર્યકરોએ રેલી કાડી અને પોતાના વિજયોત્સવમાં મતદારોને સામેલ કર્યા.
વિજય મેળવ્યા બાદ જીતુભાઈ ચૌધરી કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર જાતિ સમીકરણો ચલાવ્યું હતું પરંતુ તે તે સમીકરણો ચાલ્યું નહિ. લોકોએ ભાજપ ઉપર વિશ્વાસ મુકી મને મતો આપ્યા છે. સૌથી મોટી જવાબદારી અત્યારે છે જેમાં મુખ્ય પાણીની સુવિધા,રસ્તા, નેટવર્કર પ્રોબ્લેમ ને નિયમિત કરવા પ્રાથમિકતા રહેશે. મારી આ જીતમાં ભાજપ પક્ષના કાર્યકરોનું પણ ખુબ જ મોટું યોગદાન છે.