રાજકીય: ગતરોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કેરળની વાયનાડ સીટ પરથી લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી પત્રક ભર્યું. આ દરમિયાન રાહુલ ગાંધીએ ચૂંટણી એફિડેવિટ પણ દાખલ કરી, જે મુજબ તેમની પાસે હાલ કેશ તરીકે 55,000 રુપિયા છે. નાણાંકીય વર્ષ 2022-23 દરમિયાન રાહુલ ગાંધીની કુલ આવક 1,02,78,680 રુપિયા રહી હતી.

શેર બજારમાં મોટું રોકાણરાહુલ ગાંધીએ પોતાની એફિડેવિટમાં જણાવ્યું કે તેના નામે બેંકમાં 26.25 લાખ રુપિયા ડિપોઝિટ છે. તેમનું શેર બજારમાં કુલ રોકાણ 4.33 કરોડ રુપિયાનું છે. કોંગ્રેસ સાંસદ પાસે યંગ ઈન્ડિયાના 100 રુપિયાની કિંમતના 1900 ઈક્વિટી શેર છે જે કુલ 1,90,000 રુપિયા થાય. આ ઉપરાંત 25 કંપનીઓના શેર તેની પાસે છે. રાહુલ ગાંધીએ કુલ સાત મ્યૂચ્યુઅલ ફંડમાં પણ 3.81 કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે. જ્યારે સૉવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ 15.21 લાખ રુપિયાનું છે. કોંગ્રેસ નેતા પાસે 4.2 લાખ રુપિયાની જવેલરી પણ છે.

આ ઉપરાંત રાહુલ ગાંધીના નામે NSS, પોસ્ટ સેવિંગ, ઈન્સ્યોરન્સ પોલિસીમાં લગભગ 61.52 લાખ રુપિયા ડિપોઝિટ છે. રાહુલ ગાંધી પાસે કુલ ચલ સંપત્તિ 9,24,59,264 રુપિયા છે. તો તેની પાસે કુલ અચલ સંપત્તિ લગભગ 11,14,02,598 રુપિયા છે. આ રીતે તેની પાસે કુલ સંપત્તિ 20,38,61,862 રુપિયાની છે. જો કે રાહુલ ગાંધી લગભગ 49,79,184 રુપિયાનું દેવું પણ છે. રાહુલ ગાંધીએ પહેલી ચૂંટણી 2004માં લડી હતી ત્યારે તેમની કુલ સંપત્તિ 55 લાખ રુપિયા હતી.

વર્ષ 2019માં આટલી હતી સંપત્તિ વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન પોતાની એફિડેવિટમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેમની કુલ સંપત્તિ લગભગ 15 કરોડ રુપિયા છે, તે સમયે તેમની ઉપર 71 લાખ રુપિયાની લોન પણ હતી. છેલ્લાં 5 વર્ષમાં રાહુલ ગાંધીની સંપત્તિમાં લગભગ 5 કરોડ રુપિયાનો વધારો થયો છે. 2014માં કોંગ્રેસ સાંસદ પાસે કુલ 9.40 કરોડ રુપિયાની સંપત્તિ હતી. છેલ્લાં 10 વર્ષમાં તેમની સંપત્તિમાં લગભગ 11 કરોડ રુપિયાનો વધારો થયો છે.કોંગ્રેસ નેતાની વાર્ષિક કમાણી કરોડોમાં કમાણી વાત કરવામાં આવે તો 2018-19માં રાહુલ ગાંધી કુલ કમાણી 1.20 કરોડ રુપિયા હતી. આગામી નાણાંકીય વર્ષમાં તેમની કમાણીમાં વધારો થયો. 2019-20માં આ આવક વધીને 1.21 કરોડ રુપિયા થઈ. 2020-21માં રાહુલ ગાંધીની કમાણીમાં 1.29 કરોડ રુપિયા થઈ. તો 2021-22માં કોંગ્રેસ નેતાની કમાણીમાં વધારો થયો અને તે વધીને 1.31 કરોડ રુપિયા થઈ. 2023માં તેમની કમાણીમાં ઘટાડો આવ્યો અને તે 1.02 કરોડ રુપિયા થઈ.

મહત્વપૂર્ણ છે કે વાયનાડ સીટ પરથી તેઓ બીજી વખત ચૂંટણી લડી રહ્યાં છે. 2019માં તેમણે મોટા અંતરથી જીત મળી હતી. નોમિનેશન પહેલા વાયનાડમાં તેમણે રોડ શો કર્યો. આ દરમિયાન તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ સાથે જોવા મળ્યાં. રાહુલ ગાંધીએ વાયનાડની જનતાને કહ્યું કે- તમારા સાંસદ હોવું મારા માટે સૌભાગ્યની વાત છે. વાયનાડ સીટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ I.N.D.I.Aમાં સામેલ CPIના એની રાજા ચૂંટણી લડી રહ્યાં છે.