દુબઇમાં મંગળવારે રમાયેલી IPLની ૧૩મી સીઝનની ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સએ દિલ્હી કેપિટલ્સને ૫ વિકેટે હાર આપી છે. મુંબઈએ IPLનું સતત બીજીવાર અને ઓવરઓલ ૫મી વાર ટાઈટલ જીત્યું છે. દિલ્હી કેપિટલ્સે જીતવા માટે ૧૫૭ રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો. મુંબઈ છવાર ફાઈનલમાં રમ્યું છે. તેમાંથી બે મેચમાં ટાર્ગેટ ચેઝ કર્યો. આ પહેલા ૨૦૧૦માં ચેન્નઈ સામે ટાર્ગેટ ચેઝ કરી શક્યું ન હતું.

   ૧૩મી સિઝનની ચેમ્પિયન્સ ટ્રોફી એનાયત થયા પછી દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ ટ્રોફી સાથે ખુશહાલ જોવા મળી રહ્યા હતા. ૧૫૭ રનના ટાર્ગેટને મુંબઈએ ૧૮.૪ ઓવરમાં ૫ વિકેટના નુકસાને ચેઝ કર્યો હતો. રોહિત શર્માએ ૫૧ બોલમાં ૬૮ રન બનાવ્યા હતા અને કિશને ૧૯ બોલમાં ૩૩ રન બનાવ્યા હતા.

   ક્રિકેટ નિષ્ણાતોનો મત: ટુર્નામેન્ટની પહેલી ઓવરમાં મુંબઇએ ઇનિંગ્સની પહેલી ઓવરમાં સૌથી વધુ ૮ વિકેટ લીધી. ફાઇનલમાં તેણે દિલ્હીની એક વિકેટ ખેરવી. મુંબઇ વતી જસપ્રીત બુમરાહે ૨૭ અને બોલ્ટે ૨૫ વિકેટ લીધી. લીગમાં પહેલીવાર એક ટીમના બે બોલરે ૨૫ કે તેથી વધુ વિકેટ લીધી. દિલ્હીમાં ૪ ડાબોડી બેટ્સમેન હોવાથી મુંબઇએ ફાઇનલમાં લેગ સ્પિનર રાહુલ ચાહરની જગ્યાએ ઑફ સ્પિનર જયંતને રમાડ્યો, જેણે ૨ સદી ફટકારનારા ધવનને આઉટ કર્યો.

IPL 2020 મેન ઓફ ધ સીરિઝ
જોફ્રા આર્ચર : ૨૦ વિકેટ, બોલિંગ એવરેજ : ૧૮.૨૫ ઈકોનોમી રેટ : ૬.૫૬ રન : ૧૧૩ બેટિંગ સ્ટ્રાઈક રેટ : ૧૭૯.૩૬

મેન ઓફ ધ મેચ

 • ટ્રેન્ટ બોલ્ટ : ૩/૩૦
 • બોલ પર વિકેટ લેનારો એકમાત્ર બોલર
 • પાવર પ્લેમાં ૧૬ વિકેટ લેનારો મિશેલ જોન્સન પછી બીજો બોલર બન્યો

IPL-2020ના વિવિધ એવોર્ડ વિજેતા

 • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર : જોફ્રા આર્ચર (૨૦ વિકેટ, ૧૭૫ ડોટ, ૫ કેચ, ૧૦ છગ્ગા)
 • ઓરેન્જ કેપ : કે.એલ. રાહુલ (સૌથી વધુ રન : ૬૭૦ સરેરાશ: ૫૫.૮૩ સ્ટ્રાઈક રેટ : ૧૨૯.૩૪ ૫૮ ચોગ્ગા, ૨૩ છગ્ગા)
 • પર્પલ કેપ : કાગિસો રબાડા (સૌથી વધુ વિકેટ : ૩૦ ઈકોનોમી: ૮.૩૪ સરેરાશ: ૧૮.૨૬ સ્ટ્રાઈક રેટ : ૧૩.૧૩)
 • પાવર પ્લેયર ઓફ સિઝન : ટ્રેન્ટ બોલ્ટ (પાવરપ્લેમાં શ્રેષ્ઠ પ્રદર્શન, આ સિઝનમાં ૫ વખત એવોર્ડ જીત્યો હતો)
 • સૌથી વધુ છગ્ગા : ઈશાન કિશન (૩૦ છગ્ગા)
 • સુપર સ્ટ્રાઈકર ઓફ સિઝન : કિરોન પોલાર્ડ (હાઈએસ્ટ સ્ટ્રાઈક રેટ ૧૯૧.૪૨)
 • ગેમ ચેન્જર ઓફ સિઝન : કે.એલ. રાહુલ
 • ફેરપ્લે એવોર્ડ : મુંબઈ ઈન્ડિયન્સ
 • ઇમર્જિંગ પ્લેયર : દેવદત્ત પડિક્કલ (૪૭૩ રન, ૫ અડધી સદી, સ્ટ્રાઈક રેટ : ૧૨૪.૮ )

IPL 2020 ફાઈનલમાં મેન ઓફ મેચ બનનારા વિદેશી ખેલાડી

 • કિરોન પોલાર્ડ : MI v CSK,૨૦૧૩
 • બી. કટીંગ : SRH v RCB,૨૦૧૬
 • વોટસન : CSK v SRH,૨૦૧૮
 • ટ્રેન્ટ બોલ્ટ : MI v DC,૨૦૨૦

IPL ઓરેન્જ કેપ જીતનારા ભારતીય બેટ્સમેન

 • સચિન તેંડુલકર,૬૧૮ રન, ૨૦૧૦
 • રોબિન ઉથપ્પા, ૬૬૦ રન, ૨૦૧૪
 • વિરાટ કોહલી, ૯૭૩ રન, ૨૦૧૬
 • કેએલ રાહુલ, ૬૭૦ રન,૨૦૨૦

અનકેપ્ડ ખેલાડી દ્વારા IPL 2020 ની એક સિઝનમાં ૫૦૦+ રન

 • ૬૧૬ શોન માર્શ (૨૦૦૮)
 • ૫૧૨ સૂર્યકુમાર યાદવ (૨૦૧૮)
 • ૫૧૦ ઈશાન કિશન (૨૦૨૦)

IPL 2020ની ફાઈનલની બન્ને ટીમ
મુંબઈ: રોહિત શર્મા, ક્વિન્ટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, નાથન કૂલ્ટર-નાઈલ, ટ્રેન્ટ બોલ્ટ, જયંત યાદવ અને જસપ્રીત બુમરાહ.

દિલ્હી: શિખર ધવન, માર્ક્સ ટોઈનિસ, રહાણે, શ્રેયસ અય્યર, ઋષભ પંત, શિમરોન હેટમાયર, પ્રવીણ દુબે, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગિસો રબાડા અને એનરિચ નોર્તજે.

આમ મુંબઈ ઈન્ડિયન્સનું આ રેકોર્ડ પાંચમું ટાઇટલ છે. મુંબઈ ઈન્ડિયન્સ આ પહેલા ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૦માં આઈપીએલ ચેમ્પિયન બની છે.