ખેરગામ: પાણીખડક તંત્યા મામાં ભીલ સર્કલ પર આદિવાસી એકતા પરિષદના મહિલા પ્રકોષ્ઠનું ભવ્ય સ્વાગત. આદિવાસી એકતા પરિષદના મહાસચિવ અશોકભાઈ ચૌધરી દ્વારા છેલ્લા 32 વર્ષથી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એમ દર વર્ષે 13, 14, 15 જાન્યુઆરીના રોજ ભવ્ય સાંસ્કૃતિક સંમેલન રખાય છે. જેમાં લાખોની આદિવાસી લોકો મુલાકાતે આવતા હોય છે. આ વર્ષે રાષ્ટ્રીય અઘ્યક્ષ ડો.શાંતિકર વસાવા, અને મહિલા અઘ્યક્ષ પ્રેમિલા વસાવા દ્વારા મહારાષ્ટ્રના પીપલનેરમાં ત્રણ દિવસીય 32માં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના મહિલા પ્રકોષ્ઠના યાત્રીઓનું ખેરગામના ભવ્ય સ્વાગત ખેરગામના પાણીખડક તંત્યા મામાં ભીલ સર્કલ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ વખતે કાર્યક્રમ બાબતે મહિલાઓમાં જનજાગૃતિ આવે અને મહિલાઓની સમસ્યાઓ જાણવા સમજવાના આશયથી 5 પ્રદેશોની મહિલાઓ મોટી સંખ્યામાં મહારાષ્ટ્રથી 2 જાન્યુઆરીથી રેલી લઈને 12 તારીખ સુધી 5 પ્રદેશોમાં ફરી ફરીને પોતાનું લક્ષ્ય સિદ્ધ કરી રહી છે.જેમાં પ્રેમિલાબેન વસાવા,જ્યોત્સનાબેન પટેલ,ઉર્વશીબેન પટેલ,કુસુમ રાવત,ડિમ્પલ નાયકા,કીર્તિ વરઠા,હેમલતા કટારા સહિતના મહિલા આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.રેલી બીજા દિવસે ધરમપુર થઈને ખેરગામ તાલુકાના પાણીખડક ચોકડી પર તંત્યા મામાં ભીલ સર્કલ પર આવી પહોંચી ત્યારે સમસ્ત આદિવાસી સમાજની ટીમ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહિલાઓના સાહસને બિરદાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજ હંમેશા મહિલાપ્રધાન રહ્યો છે.ભૂતકાળમાં આદિવાસી મહિલાઓ જ લગ્ન,જન્મ-મરણની તમામ વિધીઓ નિભાવતી હતી અને જાન લઈને નીકળતી હતી,પરંતુ શોષણના લીધે કાળક્રમે આ બધું ભુલાતું ગયું જે હવે નવેસરથી જીવંત થઇ રહ્યું છે.બંધારણસભાના આદિવાસી સદસ્ય જયપાલસિંહ મુંડાજી અને વિદ્યાની દેવી સમાન સાવિત્રીબાઈ ફૂલેજીને એમની જન્મજયંતિ નિમિતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને અમરેલી ખાતે પાટીદાર મહિલા સાથે થયેલ અન્યાય બાબતે કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે ભૂતકાળમાં કેવડિયા કોલોનીમાં પોતાની જમીન સંપાદનનો વિરોધ કરી રહેલી આદિવાસી મહિલાઓને ઘસડી ઘસડીને માર મારવામાં આવ્યો હતો ત્યારે બાકીના સમાજના મોટાભાગના લોકો ચૂપ બેસીને જોતા રહેલ પરંતુ અમે કોઈપણ દીકરીઓમાં ભેદભાવ નથી રાખતાં.
આ પ્રસંગે Decision News ને મળેલી જાણકારી મુજબ ડો. નીરવ પટેલ, વિજય કટારકર, ધનસુખ પટેલ, મણિલાલભાઈ, લાલજીભાઈ, જમનુભાઈ, યોગેશ માહલા, વેણીલાલભાઈ, ઠાકોરભાઈ, ઈશ્વરભાઈ, ડાહ્યાભાઈ, દિનેશભાઇ, શનાભાઈ, લલ્લુભાઇ, અનિલભાઈ, ઉમેશભાઈ, મિન્ટેશભાઈ, દલપતભાઈ, કાર્તિક, ભાવેશ, કીર્તિભાઇ, હિરેન, શીલાબેન, નિતા, શીતલ, તેજલ, વિભૂતિ, અંકિતા, અમિષા, આશિકા, જયાબેન, જાગૃતિબેન, આયુષી, ભાવિકા સહિતના અનેક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

