આજે વર્તમાન સમયમાં જયારે જંગલો અને કાપતા વૃક્ષોનું અટકાયત કરવા સરકાર કટિબદ્ધ બની છે. અને આ સરકારના અભિયાન પોતાનું યોગદાન આપતા ફોરેસ્ટ અધિકારીઓ પોતાના જીવનું પણ જોખમ લેતા ખચકાતા નથી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ જ એક ઘટના ગુજરાતના છેવાડાના આવેલા વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાની સામે આવી છે.

    કપરાડા વિસ્તાર ઘટિત ઘટનામાં જોઈએ તો ચાંદવેગણ ગામમાંથી ગેરકાયદેસર ખેરનો જથ્થો કાયમ સગેવગે થતો હોવાની બાતમી સ્થાનિક RFO અભિજીતસિંહ રાઠોડને મળી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ખેર કાપવા ઉપર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. તેમ છતાં નાના મોટા જંગલ ચોર વેપારીઓ આ વિસ્તારોમાં સક્રિય છે અને પાસ પરમીટ વગર ખેર કાપીને ખેરનો જથ્થો સગેવગે કરતા આવ્યા છે.

    આવા જંગલ ચોરોને પકડી લેવા સજ્જ બેઠેલું નાનાપોંઢા ફોરેસ્ટ વિભાગએ મળેલી બાતમીના આધારે ગઈકાલે રાત્રે તા. ૦૮/૧૧/૨૦૨૦ના રોજ સાંજે ૯.૧૫ ટોયટા ક્વોલિસ ગાડી નંબર GJ.21-3698 સામેથી પુર ઝડપે માલના જથ્થા સાથે આવી અને ફોરેસ્ટ અધિકારી દ્વારા તેણે રોકાવની કોશિશ કરવામાં આવી પણ વાહન ચાલક પુર ઝડપે પોતાનું વાહન હંકારી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો પણ નાનાપોંઢા ફોરેસ્ટ વિભાગના સજાગ અધિકારી અભિજીતસિંહ રાઠોડે સિંઘમ સ્ટાઈલિશ ટોયટા ક્વોલિસ ગાડી પાછળ સાત કિલોમીટર સુધી પીછો કર્યો. કપરાડાના ચાંદવેગણ થી ઓરઝડા તરફ ભાગતા ચાલકે ઓઝરડા અને ચાંદવેગણ ગામના સીમાડા પાસે વળાંકમાં રસ્તામાં ચાલું ગાડીએ આરોપી કૂદીને નાસી છૂટ્યો હતો. બાતમી વાળી ગાડીમાં તપાસ કરતા અંદર ઘડતરી કરેલા છોલેલા ખેરનો જથ્થો મળી આવતા ગાડી ટોચર કરી નાનાપોઢા ફોરેસ્ટ વિભાગમાં લઈ આવ્યા હતા

    જપ્ત થયેલી ટોયેટા ક્વોલિસ ગાડીમાંથી ખેર ૧.૦૦૬ ઘન મીટરનો જથ્થો મળી આવ્યો હતો. તેની અંદાજિત કિંમત રૂ. ૩૬,૪૧૭ અને ટોયેટા ક્વોલિસ ગાડીની કિંમત રૂ.૬૫૦૦૦ આમ  મળીને કુલ કિંમત રૂ.૧, ૦૧,૪૧૭ હાજરનો મુદ્દામાલ ફોરેસ્ટ વિભાગના RFO અભિજીતસિંહ રાઠોડે કબ્જે લીધો હતો. આમ રાઠોડની હિંમત અને સાહસથી આ જંગલ તસ્કરોને પોતાના ઈરાદા પુરા કરવામાં નિષ્ફળતાનો સ્વાદ ચાખવો પડયો હતો.

BY બિપીન રાઉત