ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક દ્વારા નાણા મંત્રાલયના નાણાકીય સેવા વિભાગના માર્ગદર્શન હેઠળ સ્ટેન્ડ-અપ ઇન્ડિયાના અગ્રણી રાષ્ટ્રીય મીશન અંતર્ગત સ્થાપિત કરાયેલા સ્ટેન્ડઅપ મિત્ર પોર્ટલથી ૩૦ સપ્ટેમબર, ૨૦૨૦ સુધીમાં રૂ. ૨૧,૦૦૦ કરોડના ૯૬,૦૦૦થી વધુ ઋણને મંજૂર કરવામાં આવ્યાં છે.

     સમાજના સેવા-વંચિત અને અન્ય વંચિત વર્ગના ઉદ્યોગ સાહસિકોને કોઇપણ બેંકની બ્રાન્ચમાં જવાની જરૂરત વગર સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના અંતર્ગત ઋણ માટે પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવા અને નાણાકીય સહાયતા પ્રદાન કરવા માટે આ પોર્ટલને એપ્રિલ 2016માં લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના સેવાથી વંચિત તથા મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સદસ્યો માટે રાષ્ટ્રીય સ્તરે ઋણની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરતા ગ્રીનફિલ્ડ ઉદ્યોગો સ્થાપિત કરવા માટે રૂ. ૧૦ લાખથી રૂ. ૧ કરોડ સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરે છે.

    ઉભરતાં ઉદ્યોગ સાહસિકો માટેવિવિધ ઋણ અને માર્ગદર્શનની ઉપલબ્ધતા સંબંધિત પાસાઓને સરળ બનાવવા માટે તથા ઉદ્યોગ સાહસિકોને ઋણ માટે અરજી કરવામાં મદદ પ્રદાન કરવું, જેનાથી તેઓ હેન્ડ હોલ્ડિંગ સમર્થન અને વિશ્વસનીય જાણકારી પ્રાપ્ત કરી શકે, તે માટે આ પોર્ટલ તેમના માટે હંમેશા ઉપલબ્ધ રહ્યું છે. ભારત સરકાર દ્વારા આ યોજના હવે વર્ષ ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે.

     સિડબીના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટ શ્રી વી. સત્ય વેંકટ રાવે જણાવ્યું હતું કે, ભારત સરકારની વિવિધ યોજનાઓની ડિજિટલ પહોંચ ઉપર વિશેષ જોર સાથે અમલમાં મૂકીને માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસની ઇકોસિસ્ટમને મજબૂત કરવાનું કામ સિડબીના મુખ્ય કાર્યો પૈકીનું એક રહ્યું છે. અમને ખુશી છે કે લગભગ એક લાખ ઉમેદવારોએ સ્ટેન્ડ-અપ ઇન્ડિયા અંતર્ગત પોતાના નવા ઉદ્યોગો સ્થાપિત કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. વંચિત વર્ગોને પ્રોત્સાહન આપવા અને તેમના સપનાને સાકાર કરવા માટે અમે ઉભરતાં ઉદ્યોગ સાહસિકોને આ યોજના ઉપર વિચારણા કરવા માટે આમંત્રિત કરી રહ્યાં છીએ. અમે DICCI માધ્યમથી સ્વાવલંબન સંકલ્પને સમર્થન કરવા જેવા પગલાં ભરી રહ્યાં  છીએ, જે SC અને ST વર્ગને મુખ્યધારામાં લાવવાના મીશનનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે.

    આ પોર્ટલના માધ્યમથી અમે સ્વાવલંબનને પોતાના પસંદગીના વ્યવસાય બનાવવા માટે દેશના તમામ વર્ગો અને ક્ષેત્રોમાં સમાન પહોંચના મીશનને બળ આપવા માટે ઉત્સુક છીએ. સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાને બાળ આપવા માટે સિડબીએ DICCIની સાથે મળીને રાષ્ટ્રવ્યાપી બૃહત અભિયાન એટલેકે સ્વાવલંબન સંકલ્પ શરૂ કર્યો છે.

   કોવિડ-19 મહામારીને કારણે સમગ્ર ભારતમાં કાર્યક્રમોની એક વેબ શ્રેણી ટૂંક સમયમાં યોજાવા જઇ રહી છે. DICCIના ચેરમેન શ્રી મિલિંદ કાંબલેએ જણાવ્યું હતું કે, સ્વાલંબન સંકલ્પ, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાના માધ્યમથી માનનીય પ્રધાનમંત્રીના ફ્લેગશીપ કાર્યક્રમ અંતર્ગત પહોંચ દ્વારા ૧.૨૫ લાખ SC/ST ઉદ્યોગ સાહસિકોનું સર્જન કરવાનું અભિયાન છે. તે આત્મનિર્ભર ભારત અભિયાનનો પણ લાભ ઉઠાવશે. સિડબી અને DICCI સમગ્ર ભારતમાં ઉદ્યોગ સાહસિક બનવા ઇચ્છુક અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના યુવાનો સુધી પહોંચ વિસ્તારીને તેમને ઉદ્યોગ સાહસિક બનવા માટે તૈયાર કરશે તથા નિર્ધારિત સમયમાં 1.25 લાખ ઉદ્યોગ સાહસિક બનાવવાનું લક્ષ્ય પૂર્ણ કરશે.

    DICCI એક અગ્રણી ઉદ્યોગ ચેમ્બર છે. જે દેશમાં SC/ST ઉદ્યોગ સાહસિકતાની વિકાસની દિશામાં કામ કરે છે. સ્વાવલંબન સંકલ્પના માધ્યમથી સ્ટેન્ડ-અપ ઇન્ડિયા ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે DICCI અને સિડબીના તાલમેલથી SC/ST યુવાનો અને ઉદ્યોગ સાહસિકોની આવશ્યકતાઓ માટે પહોંચનો વ્યાપક વિસ્તાર થશે.