એક તરફ સસ્તા અનાજની દુકાનમાંથી રેશનિંગ કાર્ડ ધારકોને અનાજ મેળવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારો ગરીબોનું સસ્તું અનાજ બારોબાર વેચીને કૌભાંડ  આચરી રહ્યા છે. જોકે પુરવઠા વિભાગ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી ન કરાતા જાગૃત નાગરિક દ્વારા ઝોન ૫ સ્ક્વૉડને અનાજની હેરાફેરીની બાતમી આપવામાં આવી હતી. જે આધારે અમદાવાદના નરોડા બાદ હવે ઓઢવમાં ફરી એક વખત સરકારી અનાજને ગેરકાયદે વેચવાનુ કૌંભાંડ સામે આવ્યુ છે.

    અમદાવાદના ઝોન ૫ના સ્ક્વોડે ૨૫૦૦ કિલો અનાજનો જથ્થો કબ્જે કર્યો છે. સાથે ૩ આરોપી સંદિપ જૈન, રમેશ ગીદવાણી અને જયંતી વછેટા વિરુધ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે. આરોપીઓ અમરાઇવાડીમાં આવેલા ગાયત્રી પ્રકાશ સસ્તા અનાજની દુકાનમાંથી જથ્થો ભરીને નરોડા GIDCમાં સ્વામિનારાયણ ટ્રેડિંગ કૉ કંપનીમાં આપવા જતા હતા. પરંતુ પોલીસે બાતમીના આધારે અનાજના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધા.

    ઝોન ૫ સ્ક્વૉડ દ્વારા ઝડપી પાડવામાં આવેલા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર સંદિપ જૈન ૨થી વધુ સસ્તા અનાજની દુકાનોના પરવાના ધરાવે છે. સુત્રોનુ માનીએ તો સંદિપ જૈન વર્ષોથી સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કામ ચાલતું હતું.

     અમદાવાદમાં ઝોન ૫ સ્ક્વૉડ દ્વારા ઝડપી પાડવામાં આવેલા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર સંદિપ જૈન ૨થી વધુ સસ્તા અનાજની દુકાનોના પરવાના ધરાવે છે. સુત્રોનુ માનીએ તો સંદિપ જૈન વર્ષોથી સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ આચરી રહ્યો છે. પણ સંદિપ જૈનની પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાના કારણે અધિકારીઓ પણ કોઈ કાર્યવાહી કરવાને બદલે છાવરતા હતા. જોકે જાગૃત નાગરિકની બાતમી આધારે ઝોન ૫ સ્ક્વોડની ટીમે આરોપીને ઝડપી પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

     ઓઢવ પોલીસે ૨૫૦૦ કિલો ઘઉં રેશનિંગની દુકાનના છે કે કેમ તે અંગે પુરવઠા વિભાગના અધિકારીઓને બોલાવી ખરાઈ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે જો ઓઢવ પોલીસ દ્વારા આ અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, તો આ કૌભાંડમાં પૂરવઠા વિભાગના અધિકારીઓની પણ સંડોવણી સામે આવી શકે છે. પણ સંદિપ જૈનની પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાના કારણે અધિકારીઓ પણ કોઈ કાર્યવાહી કરવાને બદલે છાવરતા હતા. જોકે જાગૃત નાગરિકની બાતમી આધારે ઝોન ૫ સ્ક્વોડની ટીમે આરોપીને ઝડપી પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડ વિષે શું નિર્ણય લેવાય એ જોવાનું રહ્યું.