દેશની સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં એમ ફરમાવ્યું છે કે જાતીય સતામણીના કેસમાં પીડિતાની જુબાની જ પુરાવો ગણી શકાય છે અને અપરાધીને દોષી ઠેરવવા માટે જુબાની એક પુરાવો જ ગણી શકાય. પીડિતા જાતીય સતામણી અંગેની જે જુબાની આપે તેના આધાર પર અપરાધીને દોષિત જાહેર કરી શકાય છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અશોક ભૂષણના નેતૃત્વ હેઠળની બેન્ચ દ્વારા એમ ઠરાવાયું છે કે જાતીય સતામણીનો શિકાર બનેલી મહિલા તે આવા કેસમાં સહ અપરાધી નથી પરંતુ અપરાધનો શિકાર બનેલી છે અને એક વ્યક્તિની હવસ અને માનસિક વિકૃતિનો ભોગ બની છે. આવા અપરાધો નો શિકાર બનેલી મહિલાની જુબાનીને શંકાના દાયરામાં રાખીને તેનો ટેસ્ટ કરી શકાય નહીં તેની ચકાસણી કરવાની જરૂર નથી કારણ કે પીડિતા સહ અપરાધી નથી.
મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આવા એક કેસમાં સજાને ક્ધફર્મ કરવામાં આવી હતી અને તેની સામે સુપ્રીમમાં અપીલ કરવામાં આવી હતી. જેની સુનાવણી આજે પૂરી થઈ ગઈ હતી અને સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપીને હાઈકોર્ટના આદેશને બહાલ રાખ્યો હતો.
કેસમાં પીડિતાની માતા હોસ્ટાઈલ થઈ ગઈ હતી છતાં પણ સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખવામાં આવ્યો હતો. મદ્રાસના આ કેસમાં અપરાધી ની સામે 13 વર્ષની કિશોરી સાથે જાતીય સતામણીનો આરોપ હતો અને તેની સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એકટની કલમ લગાવવામાં આવી હતી અને મદ્રાસ હાઈકોર્ટે તેને દોષિત જાહેર કર્યો હતો અને સુપ્રીમ કોર્ટે પણ મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. ખરેખર સુપ્રીમ કોર્ટ આ નિર્ણય સમાજમાં પરિવર્તન અને હિતકારી બનશે એમ શકાય.