દુનિયામાં આજ 23 ઓક્ટોબરને મહાન ફૂટબોલરને યાદ કરવામાં આવે છે 1940માં જન્મેલા એડિસન “એડસન” એરાન્ટીસ દો નાસ્કીમેન્ટો અને તેમના હુલામણા નામ પેલેથી જાણીતાં એ બ્રાઝીલના ફૂટબોલર છે. ફૂટબોલ નિષ્ણાતો અને પૂર્વ ખેલાડીઓ તેમને ફૂટબોલ ઇતિહાસના સૌથી શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક માને છે. 1999માં IFFHS ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફૂટબોલ હિસ્ટરી એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા તેમને ફૂટબોલ પ્લેયર ઓફ ધ સેન્ચુરીયન તરીકે ચુટવામાં આવ્યા હતા. તેમની કારકિર્દી દરમિયાન તેમણે 760 સત્તાવાર ગોલ, તેમજ લીગ ચેમ્પિયનશીપ્સમાં 541 ગોલ કર્યા. જેના પગલે તેઓ ઇતિહાસના ટોચના ગોલ કરનારા ખેલાડી બની ગયા. પેલએ 1363 મેચમાં કુલ 1281 ગોલ કર્યા છે.

   તેમના વતન બ્રાઝિલમાં, પેલેને રાષ્ટ્રીય નાયક તરીકે માન આપવામાં આવે છે. તેઓ ફૂટબોલની રમતમાં તેમના કૌશલ્ય અને પ્રદાન માટે જાણીતાં છે. ગરીબોની સામાજિક સ્થિતિ સુધરે તે માટે તેમણે ઉઠાવેલા અવાજ માટે પણ તે જાણીતા છે. તેમણે પોતાનો 1,000મો ગોલ બ્રાઝિલના ગરીબ બાળકોને સમર્પિત કર્યો હતો. તેમની કારકિર્દી દરમિયાન, તેઓ “ફૂટબોલના રાજા” તરીકે ઓળખાતા હતાં.

   ફૂટબોલ સ્ટાર પેલેએ સાન્તોસ માટે 15ની ઉંમરે જ રમાવાનું શરૂ કર્યું, અને 16 વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય ટીમમાં જોડાયાં, 17 વર્ષની વયે તો તેઓ તેમનો પ્રથમ વિશ્વ કપ જીતી ચૂક્યાં હતાં. પેલેના કૌશલ્ય અને કુદરતી શક્તિઓના વખાણ વિશ્વભરમાં થતાં હતાં અને તે જેટલો સમય ફૂટબોલ રમ્યા તે દરમિયાન તેઓ ઉત્તમ ડ્રિબલીંગ અને પાસિંગ, તેમની ઝડપ, તાકાતવાન શોટ, અસમાન્ય હેડિંગ લાયકાત અને સંખ્યાબંધ ગોલસ્કોરિંગ માટે ખૂબ જ જાણીતા બન્યા હતા.

   તેઓ બ્રાઝિલ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કોઇ પણ સમયના સર્વોચ્ચ સ્કોરર રહ્યા છે અને માત્ર એક જ એવા ફૂટબોલ ખેલાડી છે જે ત્રણ વિશ્વ-કપ જીતનારી ટીમના સભ્ય રહી ચૂક્યા હોય. 1962માં વિશ્વ કપની શરૂઆતમાં તેઓ બ્રાઝિલીયન ટુકડીના સભ્ય હતા. 1977માં તેમની નિવૃત્તિ પછી પેલે ફૂટબોલના વિશ્વ દૂત બની ગયા છે અને તેમણે ઘણી કાર્યકારી ભૂમિકાઓ તેમજ વેપારી સાહસો પણ હાથ ધર્યાં છે.

   બ્રાઝિલના ત્રેસ કોરાકોસમાં જન્મેલા પેલે ફ્લુમિનેન્સ ફૂટબોલર ડોન્ડિન્હો અને ડોના સેલેસ્ટી એરાન્ટીસનું સંતાન હતા. અમેરિકન સંશોધક થોમસ એડિસનનાં નામ પરથી તેમનું નામ પાડવામાં આવ્યું હતું, જોકે તેમના માતા-પિતાએ ‘આઇ’ (‘i’) દૂર કરીને તેમને ‘એડ્સન’ તરીકે બોલવવાનું નક્કી કર્યું. જોકે જન્મ પ્રમાણપત્ર પર ભૂલ રહી ગઇ હોવાથી કેટલાય દસ્તાવેજોમાં તેમનું નામ ‘એડિસન’ જ લખાયું હતું, તેમના પરિવારે તો ખરેખર તેમનું હુલામણું નામ ડિકો પાડ્યું હતું. તેમના શાળાના દિવસો આવ્યાં ત્યાં સુધી તો તેમણે હુલામણું નામ “પેલે” ધારણ જ ન હતું કર્યું.

   1956માં બ્રિટોએ સાન્તોસનાં સંચાલકોને એમ કહ્યું હતું કે આ 15-વર્ષનો છોકરો “વિશ્વનો મહાનતમ ફૂટબોલ ખેલાડી” બનશે. પેલેએ 7 સપ્ટેમ્બર 1956ના રોજ સાન્તોસ માટે રમવાની શરૂઆત કરી, 1957ની સીઝન શરૂ થઇ ત્યારે પેલેને માત્ર 16 વર્ષની ઉંમરે જ પ્રથમ ટીમમાં પ્રારંભનું સ્થાન આપવામાં આવ્યું હતું. 1958માં સાન્તોસે કમ્પીયોનાટો પોલિસ્તા જીતી લીધી, જે સાન્તોસ સાથે પેલેનું પ્રથમ મહત્વનું ટાઇટલ હતું; આ સ્પર્ધામાં પેલેએ માનવામાં ન આવે તે રીતે 58 જેટલા ગોલ ફટકારીને ટોચનું સ્થાન મેળવ્યું, અને ગોલનો આ વિક્રમ આજે પણ અતૂટ છે.

    ૧૯ નવેમ્બર ૧૯૬૯ ના રોજ પેલેએ તમામ સ્પર્ધાઓમાં થઈને પોતાનો ૧૦૦૦મો ગોલ નોધાવ્યો બ્રાઝીલમાં આ પળની મોટાપાયે રાહ જોવાઈ રહી હતી આ ગોલ જે લોકપ્રિય રીતે ઓ મિલેસીમો (હજારમો) ગોલ તરીકે જાણીતો હતો તેને પેલેએ મારાકાના સ્ટેડિયમ ખાતે વાસ્કો દ ગામ સામેની મેચમાં પેનલ્ટી કિકથી કર્યો હતો

   પેલે પોતાની આત્મકથામાં  જણાવે છે કે તેમણે સૌથી સુંદર ગોલ 2 ઓગસ્ટ 1959ના રોજ રૂઆ જવારી સ્ટેડિયમ ખાતે કમ્પીયોનાટો પોલિસ્તા મેચ દરમિયાન સાઓ પોલો પ્રતિસ્પર્ધી જુવેન્ટસ સામે કર્યો હતો. આ મેચનું કોઇ વિડીઓ ફૂટેજ ઉપલબ્ધ ન હોવાથી, પેલેએ તે ખાસ ગોલનું કોમ્પ્યુટર એનિમેશન બનાવવા માટે કહ્યું હતું. મારાકાના ખાતે ફ્લુમિનેન્સ સામે કરેલો આ ગોલ એટલો બધો દર્શનીય માનવામાં આવ્યો કે મારાકાના ઇતિહાસમાં સૌથી સુંદર ગોલને સમર્પિત એક તકતી બનાવી દેવામાં આવી.

   દર્શનીય ગોલ માટેની પેલેની વીજળી જેવા વેગ ધરાવતી રમત અને રમત પ્રત્યેનાં વલણને કારણે તેઓ વિશ્વભરમાં હીરો બની ગયા. પેલેની લોકપ્રિયતાનો લાભ લેવા માટે તેમની ટીમ સાન્તોસે વિશ્વભરમાં પ્રવાસ કર્યો. 1967માં લાગોસમાં રમાનારી પ્રદર્શન મેચમાં પેલેને રમતાં જોઇ શકાય તે હેતુથી નાઇજીરીયન ગૃહ યુદ્ધમાં સામેલ બે જૂથોએ 48-કલાકનો યુદ્ધવિરામ જાહેર કર્યો.

    1 ઓક્ટોબર 1977ના રોજ કોસ્મોસ અને સાન્તોસની મેચ દરમિયાન પેલેએ પોતાની દંતકથા સમાન કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું. સીએટલ સાઉન્ડર્સને 2-0થી હરાવ્યાં બાદ સાન્તોસ ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં આવી પહોંચ્યું હતું. ખીચોખીચ ભરેલા જાયન્ટ્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચનું યુનાઇટેડ સ્ટેટ્સમાં એબીસી (ABC)ના વાઇડ વર્લ્ડ સ્પોર્ટ્સ પર તેમજ વિશ્વભરમાં પ્રસારણ કરવામાં આવ્યું હતું. પેલેના પિતા અને પત્ની બંને આ મેચમાં હાજર રહ્યાં હતાં. પેલેએ મેચ પહેલા ટૂંકું ભાષણ કર્યું જેમાં તેમણે હાજર મેદનીને પોતાની સાથે ત્રણ વખત “પ્રેમ” શબ્દ બોલાવા માટે કહ્યું. પ્રથમ હાફ તેઓ કોસ્મોસ માટે રમ્યા અને બીજો હાફ તેઓ સાન્તોસ માટે રમ્યા. ક્રોસબારથી ફંટાયેલા બોલને કિક દ્વારા નેટમાં મોકલીને રેનાલ્ડોએ સાન્તોસ માટે પ્રથમ ગોલ ફટકાર્યો. બાદમાં પેલેએ ડાયરેક્ટ ફ્રી કિક તેમનો અંતિમ ગોલ ફટકાર્યો. સાન્તોસના ગોલકીપરે કૂદકો મારીને બોલને રોકવાનો નિષ્ફળ પ્રયત્ન પણ કર્યો. હાફટાઇમ વખતે, કોસ્મોસે પેલેના નંબર 10ને નિવૃત્તિ આપી. કોસ્મોસના કેપ્ટન વેર્નેર રોથ દ્વારા મેદાનમાં દોરી લવાયેલા પોતાના પિતાને પેલેએ પોતાની કોસ્મોસ શર્ટ ભેટ આપી. મેચ પછી કોસ્મોસના ખેલાડીઓ પેલેને ભેટી પડ્યા, બાદમાં તેઓ ડાબા હાથમાં અમેરિકાનો ધ્વજ અને જમણા હાથમાં બ્રાઝિલનો ધ્વજ લઇને સમગ્ર મેદાનમાં દોડ્યા હતા. આ દરમિયાન કોસ્મોસના કેટલાક ખેલાડીઓએ પેલેને ઊંચકી લીધા હતા અને સમગ્ર મેદાનમાં ફેરવ્યા હતા.

   1 ઓગસ્ટ, 2010ના રોજ પેલેને નવજીવન પામેલી ન્યૂયોર્ક કોસ્મોસ (2010) ટીમના માનદ પ્રમખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, ૧૯૯૨ પેલેને સંયુક્ત રાષ્ટ્રોએ પરિસ્થતિ વિજ્ઞાન અને પર્યાવરણ માટેના દૂત તરીકે નિયુક્ત કર્યા હતા ખરેખર પેલેનો એક સ્પોટ્સ પર્સન તરીકેનો ફૂટબોલ પ્રત્યેનો અથાગ પ્રેમ સાથે સાથે સામાજિક પ્રવૃતિઓ સાથે જોડાઈ રહેવાના એમના નિર્ણય લોકોમાં સરાહનીય બન્યો છે.