અમેરિકામાં ઉપરાષ્ટ્રપ્રમુદ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર કમલા હૈરિસએ કહ્યું છે કે વરસાદ, તડકો કે લોકતંત્ર કોઈની માટે રાહ નથી જોતાં. આ દરમિયાન કમલા હૈરિસનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયેલો છે આ વીડિયો ફ્લોરિડામાં ચૂંટણી પ્રચાર દરમિયાનનો છે. આ દરમિયાન રેલીમાં ઉપસ્થિત તમામ લોકો તેમના ઉત્સાહને પ્રોત્સાહન આપતાં જોવા મળ્યા. સોશિયલ મીડિયા યૂઝર્સે પણ કમલા હૈરિસના ડાન્સના ખૂબ વખાણ કર્યા અને તેમની તસવીરો અને વીડિયોને એકબીજાને શૅર કર્યા. લોકો તેની પર પોતાની કોમેન્ટ્સ અને રિએક્શન પણ આપી રહ્યા છે.

   વરસાદમાં છત્રી લઈને લોકોનું અભિવાદન ઝીલતા હોય એવો એક ફોટો કમલા હૈરિસે પોતે જ ટ્વિટર પર શૅર કર્યો છે જેના કેપ્શનમાં તેઓએ લખ્યું છે કે, વરસાદ,તડકો કે લોકતંત્ર કોઈની માટે રાહ નથી જોતાં.

   ઉલેખનીય છે કે, કમલા હૈરિસે સોમવારે પોતાનો ચૂંટણી પ્રચાર ફરીથી શરૂ કર્યો, પ્રચાર બંધ કરવાનું કારણ પોતાના બે કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા બાદ પ્રચાર રોકી દીધો હતો. કમલા હૈરિસે સોમવારે ઓરલેન્ડો અને જક્સનવિલેમાં પ્રચાર કર્યો.

   હૈરિસની માતા ભારતના છે અને પિતા જમૈકાથી હતા. કમલા હૈરિસે ગત ઓગસ્ટ મહિનામાં એ સમયે ઈતિહાસ રચી દીધો હતો જ્યારે ડેમોક્રેટિક પાર્ટીએ તેમને ઉપરાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. તેઓ પહેલી અશ્વેત અને પહેલી એશિયન-અમેરિકન મહિલા છે જેમને અમેરિકામાં એક પ્રમુખ રાજકીય પાર્ટી દ્વારા ઉપરાષ્ટ્રપ્રમુખ પદ માટે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.