દેશમાં જયારે કોરોનાની શરૂવાત વાયરસ વૃધ્ધો અને બાળકોને સૌથી વધુ શિકાર બનાવે છે તેવી વાતો પ્રથમથી વહેતી થઇ હતી. જેમાં આ વય જૂથના લોકોની રોગ પ્રતિકાર શક્તિ ઓછી હોવાથી કોરાનાનો વધુ ખતરો રહે છે. પણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ૧૧૬૭ કેસના એનાલિસિસમાં વયજૂથ ૩૧ થી ૪૦ વર્ષ વચ્ચેના યુવાન દર્દીઓમાં કોરોના પોઝિટિવની ટકાવારી સૌથી વધુ ૩૨.૯૯ ટકા નોંધાય છે. જ્યારે બીજા ક્રમે ૧ થી ૨૦ વર્ષની વયના દર્દીઓની ટકાવારી ૨૩.૮૨ ટકા નોંધાય છે.

      વલસાડ જિલ્લામાં હાલમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળ્યો છે ત્યારે કલેકટર આર.આર.રાવલે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સાથે ડોકટર તમારે દ્વારે, રેપિડ ટેસ્ટ, ફલાઇંગ સ્કવોડ અને ઘરે ઘર જાગૃતિ અભિયાનને તેજ બનાવી હજીય ઝુંબેશ જારી રાખી છે. હાલમાં જૂનથી અનલોક-૧ બાદ ક્રમશ: છુટ મળતાં વધુ એક્ટિવ થયેલા કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બનેલા કુલ ૧૧૬૭ દર્દીઓ આરોગ્ય વિભાગના દફતરે નોંધાઇ ચૂક્યા છે. આ તમામ દર્દીઓની જૂથવાર આરોગ્ય વિભાગના વિશ્લેષણમાં સૌથી વધુ ૩૨.૯૯ ટકા દર્દીઓ ૩૧ થી ૪૦ વર્ષની વય ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે.

     જ્યારે બીજા ક્રમે ૧ થી ૨૦ વર્ષની વય વચ્ચેના બાળકોથી લઇ તરૂણ દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે, જેની ટકાવારી ૨૩.૮૨ ટકા છે. જ્યારે ૬૧ થી ૯૦ વર્ષ વચ્ચેની વય ધરાવતા વયસ્ક દર્દીઓની સંખ્યા માત્ર ૧૦.૧૧ ટકા જ નોંધાઇ છે. જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, હજુ કોરોના ગયો નથી. વિગતવાર જોઈએ તો કંપની, અન્ય જોબ- ૪૧૨ ફિશરમેન- ૬ આરોગ્ય વિભાગ- ૫૪ હાઉસવાઇફ- ૪૪૯ પોલિસ સ્ટાફ- ૨ ગેરેજ, શોપ- ૧૨૮ સ્ટૂડન્ટ્સ- ૨૭ વેજિટેબલ વેન્ડર- ૮ કેદી- ૧૬ ડ્રાઇવર- ૧૦ ડિલીવરી બોય- ૨ પે્ન્ટર, ટેઇલર- ૨ ટીચર, બેંક સ્ટાફ- ૧૩ ધારાસભ્ય- ૧ કોન્ટ્રાકટર, બિલ્ડર- ૧૦ સરકારી કર્મીઓ- ૨૭ કુલ- ૧૧૬૭ કોરોના સંક્રમિત થયેલા જોવા મળે છે.

      વલસાડમાં મહિલા સંક્રમિત દર્દીઓની સંખ્યા પુરૂષો કરતા ઓછી જોવા મળી છે. કોરોના પોઝિટિવના કુલ ૧૧૬૭ કેસમાંથી ૫૧૯ દર્દી પુરૂષોના છે જ્યારે મહિલા દર્દીઓની સંખ્યા ૩૯૫ નોંધાઇ છે. એટલે કે પુરૂષો કરતા મહિલા દર્દીની સંખ્યા ૧૨૪ ઓછી રહી છે. કોરોનામાં સૌથી વધુ નોકરિયાતો, કામદાર વર્ગ છે. કંપની કે અન્ય જગ્યાએ નોકરી કરતા દર્દીઓની સંખ્યા ૪૧૨ છે. અનલોક બાદ નોકરી કે કામધંધે જતા સંક્રમણનો શિકાર બન્યા હતાં.

     આ મહામારીના સંક્રમણમાં જે લોકો કામધંધે આવતા જતાં કે વારંવાર ઘરથી બહાર નિકળતા હોય તે નાની વયના કે યુવા વયજૂથના વધુ લોકો કોરોના સંક્રમિત થતા હોય છે. જેમાં ખાસ કરીને યુવાનો અને યુવકો વધુ હોવાનું બહાર આવ્યું છે. નોકરી ધંધા અને વ્યવસાયમાં જનારા લોકો વધુ માત્રામાં સંક્રમિત થયા છે. તેઓ અજાણતામાં સંક્રમિત થઇને ઘરે આવતા પરિવારની મહિલાઓ, સંતાનો, માતા પિતા પણ જાણે અજાણે સંક્રમિત થતાં હોય છે. આપણે સાવચેતી સાથે આ મહામારીના સમયમાં નિર્ણયાત્મક પગલાં લઇ સામનો કરવો રહ્યો.

​​​​​​​