હાલ રાજ્યમાં આઠા પેટા-ચૂંટણીની બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણીના સમયે જ શિક્ષિત બેરાજગાર યુવાઓએ સરકારનું ધ્યાન તેમના તરફ ખેંચવા માટે એક નવો જ રસ્તો અજમાવ્યો છે. જે પ્રમાણે સોમવારે લીંબડી બેઠક પર 150થી વધારે એલઆરડી ઉમેદવારો એ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી કરવા માટે ફોર્મ ઉપાડ્યા હતા.

      આજે એટલે કે મંગળવારે હવે મોરબી વિધાનસભા બેઠક પર 124થી વધારે શિક્ષિત બેરોજગાર યુવાઓ ફોર્મ લેવા માટે પહોંચી ગયા હતા. આ તમામ યુવાઓ દિનેશ બાંભણીયાની આગેવાનીમાં વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર દાવેદારી નોંધાવા પહોંચ્યાં છે.

     મોરબીમાં મંગળવારે શિક્ષણ બેરોજગાર સમિતિ દ્વારા GPSC ઉમેદવારોએ ન્યાયની માંગણી સાથે મોરબી ખાતે પહોંચીને પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા પહોંચી માટે ફોર્મ ઉપાડ્યા છે. સાથે જ તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે તેમને ન્યાય નહીં મળે તે તેઓ ઉમેદવારી પણ નોંધાવશે. મોરબીમાં શિક્ષણ બેરોજગાર સમિતિના આગેવાન દિનેશ બાંભણીયાની આગેવાની હેઠળ GPSC ઉમેદવારોએ મોરબી માળીયા વિધાનસભા બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીમાં ઝંપલાવવાની ચીમકી ઉચ્ચારી છે. જે અનુસંધાને 124 જેટલા ઉમેદવારો મોરબી પહોંચી ચુક્યા હતા અને બપોર સુધીના 78 ઉમેદવારો અપક્ષ ઉમેદવાર તરીકે નોંધણી કરાવી ફોર્મ લીધા હતા.

    આ મામલે મોરબી માળીયા વિધાનસભા પેટા ચૂંટણીના ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, બપોર સુધીમાં 78 અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. ફોર્મ ભરવા સમયે સામાન્ય ઉમેદવાર 10,000 અને એસ.સી./એસ.ટી. હોય તો પાંચ હજાર રૂપિયા ડિપોઝિટ તરીકે આપીને ઉમેદવારી નોંધાવી શકે છે. સરકારના નોકરી માટેના વાયદા પર વાયદાના વલણથી આજનો યુવા કંટાળ્યો છે, યુવા વિફર્યો છે એટલે પોતે જ રાજકારણમાં ઉતારવાના નિર્ણયો લેવાના મુડમાં છે.