નવી દિલ્હી: કોરોના સંક્રમણના વધતા કેસો વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને મંગળવારે જણાવ્યુ કે, દેશમાં આવતા વર્ષની શરુઆત સુધી કોરોના વેક્સીન મળે એવી આશા છે. તેમણે કહ્યુ કે, સંભાવનોએ છે કે, આપણી પાસે એકથી વધારે સ્ત્રોત પાસેથી વેક્સીન ઉપલબ્ધ થશે. હાલમાં તેમણે કહ્યુ હતું કે 2021ના પહેલા ત્રિમાસિક સુધી આપણી પાસે કોરોના વેક્સીન હશે.
આખા દેશમાં કોરોના વેક્સીનના વિતરણને મુદ્દે સ્વાસ્થ્ય મંત્રીનુ કહેવુ હતું કે, આ મુદ્દે અમારા નિષ્ણાંતોની ટીમ સતત કાર્યશીલ છે. આથી, કોરોના વેક્સીનની ઉપલબ્ધિ પર ઓછા સમયમાં દેશભરમાં વિતરણ કરી શકાય.
હાલના સમયમાં દેશમાં ચાર કોરોના વેક્સીનનું પ્રિ-ક્લિનીકલ ટ્રાયલ એડવાન્સ સ્ટેજ પર છે. રવિવારે સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યુ હતું કે ભારતની વતસીને જોતા એક વેક્સીન કે એક વેક્સીન ઉત્પાદક સમગ્ર દેશને વેક્સીનનો ડોઝ પૂરો પાડી શકે એ શક્ય નથી, આ માટે દેશમાં અલગ-અલગ કોરોના વેક્સીન ડોઝ ઉપલબ્ધ કરાવવા પડશે.
કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા બાદ બીજા ક્રમે ભારત છે, અહીં કુલ કેસનો આંકડો 71 લાખને પાર થયો છે. જેમાંથી 62 લાખ દર્દીઓ સ્વસ્થ્ય થયા છે. દેશની પ્રજા ઇચ્છે છે જે સરકાર કોરોના વેક્શીન અંગે ઝડપી નિર્ણયો લઇ પરિણામ લક્ષી કાર્ય કરે.