પ્રેમમાં પાગલ યુવક-યુવતીએ ક્યારેક ન કરવાનું કરી બેસે છે. સુરતના એક યુવકે તેની પરિણીત પ્રેમિકાને મળવા માટે કંઈક હટકે પગલું ભર્યું હતું. જોકે, યુવકને તેની પરિણીત પ્રેમિકાના સાસરીયાઓએ પકડી પાડ્યો હતો. જે બાદમાં યુવકને નસવાડી પોલીસ ના હવાલે કરી દીધી હતો. આ યુવકે તેની પ્રેમિકાને મળવા માટે સ્ત્રીનો વેશ ધારણ કર્યો હતો. યુવક કાળો બુરખો પહેરીને તેની પ્રેમિકાને મળવા માટે છેક સુરતથી નસવાડીના એક ગામમાં પહોંચી ગયો હતો.

       ઉલ્લેખનીય છે કે લૉકડાઉન દરમિયાન વલસાડના પારડીમાં આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં એક પ્રેમી તેની પ્રેમિકાને મળવા માટે છોકરીના કપડાં પહેરીને મધરાત્રે મોપેડ પર નીકળી પડ્યો હતો. જોકે, આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી પોલીસને શંકા જતાં તેમણે મોપેડ અટકાવ્યું હતું અને છોકરીના વેશમાં રહેલા પ્રેમીની ધરપકડ કરી હતી.

       મળતી માહિતી પ્રમાણે નસવાડીના તણખલા ગામ ખાતે એક પરિણીત પ્રેમિકાને મળવા માટે તેનો પ્રેમી સુરતથી આવી પહોંચ્યો હતો. કોઈ પકડી ન પાડે તે માટે યુવકે બુરખો ધારણ કર્યો હતો અને પગમાં મોજડી પહેરી હતી. જોકે, યુવકને તેની પ્રેમિકાને પતિ અને સાસુએ પકડી પાડ્યો હતો. તપાસ બાદ યુવક સુરતનો આશિષ ભીમજી પટેલ હોવાનું જાણવા મળ્યું છે.

      જાણવા મળ્યું છે કે આશિષને ફેસબુક પર બે સંતાનોની માતા એવી પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદમાં તેની પ્રેમિકાને મળવા માટે તે સુરતથી તણખલા ગામ ખાતે પહોંચી ગયો હતો. જોકે, યુવકનો ખેલ ઊંધો પડી ગયો હતો અને તેની પ્રેમિકાના સાસરિયાઓએ તેને પકડી પાડ્યો હતો.

       આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આવી પહોંચી હતી. પોલીસને જોતા જ આશિષ પરથી પ્રેમનો રંગ ઉતરી ગયો હતો. પોલીસે આશિષ સામે ગેરકાયદે ગૃહ પ્રવેશ અને પ્રેમિકાના સાસરિયાઓને જાનથી મારી નાખવાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ કાર્યવાહી શરુ કરવામાં આવી છે નિર્ણય હજુ બાકી છે

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here