દર વર્ષે હિન્દી દિવસ ૧૪મી સપ્ટેમ્બરના દિવસે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવવાનું ૧૯૪૯માં રચાયેલી સંવિધાન સભા દ્વારા નક્કી કરવામાં આવ્યું. ત્યાર બાદ ભારતની રાષ્ટીય ભાષા હિન્દી રહશે એ વાત સ્વીકારાઈ આ મહત્વ પૂર્ણ વિચારને આગળ વધાવવા માટે અને દરેક ક્ષેત્રેમાં હિન્દી ભાષાનો વિકાસ થાય તે માટે વર્ધામાં ૧૯૫૩ રાષ્ટ્ર ભાષાપ્રચાર સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ દ્વારા સમગ્ર દેશમાં ૧૪ સપ્ટેમ્બરના દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવાય તેના માટે સમગ્ર દેશને અપીલ કરી હતી ત્યારથી આ દિવસે સમગ્ર દેશમાં હિન્દી દિવસ માનવામાં આવે છે.

     આ દિને વ્યોહાર રાજેન્દ્ર સિંહના પાંચમો જન્મ દિવસ હતો તેઓ અનેક ભાષાના નિપુણ હતાં તેમ છતાં. તેઓએ હિન્દી ભાષાનો વિકાસ થાય તે માટે ખૂબ જ મોટો ફાળો આપ્યો હતો. તે માટે ઘણા સંઘર્ષ કરવો પડયો હતો. આઝાદી મળ્યા પછી હિન્દી ભાષાને રાષ્ટ્ર ભાષાનો દરજજો આપવા માટે કાકા સાહેબ કાલેલકર, મૈથિલીશરણ ગુપ્તા, હજારીપ્રષાદ દ્રિવેદી, શેઠ ગોવિંદ દાસ જેવા અનેક સાહિત્યકાર અને વ્યોહાર રાજેન્દ્ર સિંહે અથાગ પ્રયત્ન કર્યા હતાં.

     વર્ષ ૧૯૧૮માં ગાંધીજીએ હિન્દી સાહિત્ય સંમેલનમાં હિદીભાષાને રાષ્ટ્રીયભાષા બનાવાનું કહ્યું હતું. તેઓએ  જણાવ્યું કે હિન્દીએ લોકમાનસની ભાષા છે. ભારતીય સંવિધાનમાં જયારે હિન્દીને દરજજો આપવાની વાત થઇ ત્યારે બિન હિન્દી રાજ્યોએ વિરોધ કર્યો જેથી અંગ્રેજી અને હિન્દી ભાષાને રાજ ભાષાનો દરરજો આપવામાં આવ્યો હતો. ભારતીય સંવિધાન પ્રમાણે હિન્દી ભાષા વિષે બંધારણના ૧૭માં ભાગમાં કલમ ૩૪૩(૧) માં વર્ણન કરવામાં આવેલ છે. “સંઘની ભાષા હિન્દી અને લીપી દેવનાગરી રહશે. પરંતુ સંઘના રાજકીય વહીવટીમાં ઉપયોગ થતાં આંકડાઓ અંગ્રેજીમાં રહશે.

     હિન્દી દિવસના દિવસે અનેક કાર્યક્રમો થાય છે. જેમાં અલગ અલગ સ્પર્ધા યોજી ઇનામો પણ આપવામાં આવે છે. જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર લેખન લખવાથી ભારતના કોઈ પણ વ્યક્તિને રાજ ભાષા ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે, જેમાં દસ હજારથી લઈને બે લાખ રૂપીયાનાં ૧૩ પુરસ્કારો આપવામાં આવે છે. રાજભાષા કીર્તિ પુરસ્કાર યોજનાથી ૩૯ ઇનામો આપવામાં આવે છે. આ પુરસ્કાર કોઈ પણ સમિતિ, વિભાગ, મંડળ દ્રારા હિન્દી ભાષામાં આપેલા સર્વોત્તમ  યોગદાન બદલ આપવામાં આવે છે. આ યોજનાનો મૂળ ઉદેશ એ છે કે સરકારી કાર્યોમાં  હિન્દી ભાષાનો મહત્તમ ઉપયોગ થાય.

    વર્તમાન સમયમાં જે ગૂગલ, વોટસેપ, ફેસબુક કે અન્ય સોસીયલ મીડિયામાં જે રીતે હિન્દી ભાષાનું  બેફામ રીતે મિશ્રણ થઇ રહ્યું છે જેવી રીતે આજે હિન્દી ભાષાને આજે પ્રસ્તુત કરવામાં આવી રહી છે કે કોઈ કાર્યમાં હોય કે કાર્યક્રમમાં કે પછી મીડિયાના માધ્યમોમાં તે જોઇને હિન્દીનું અસ્તિત્વ ખતરા તરફ આગળ વધી છે. જે આપણું દુર્ભાગ્ય છે કે આપણે જ આપણી રાષ્ટ્ર ભાષા પર ગૌરવ નથી. હવે આપણે નિર્ણય લેવો પડશે કે હિન્દી ભાષાને પ્રાધાન્ય આપી શિખર પર લઇ જવી છે કે નહિ…