હાલમાં કોવિડ-19 કોરોના વાયરસે પુરા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે આ મહામારી વચ્ચે દર્દીઓને રક્તની ક્યાંક ને ક્યાંક વધુ જરૂર પડતી હોય છે, આવા કપરા સમયમાં મદદરૂપ થવા માટે કપરાડા તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર ગણાતા બોરપાડા ખાતે પી.ડી.લાઈફ રેસ્ક્યુ યુવા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

      આ રક્તદાન કેમ્પમાં અંદાજીત 24થી વધુ રક્તની બોટલો એકત્રિત થઇ હતી, કાર્યક્રમમાં કપરાડાના પી.એસ.આઈ. બી.એન.ગોહિલ, વલસાડ અનાવિલ સમાજના અગ્રણી બસીન દેસાઈ તેમજ રક્તદાન કેમ્પના આયોજક દિપક મોતીરામ ભાવર, પ્રફુલ દેવુભાઈ કુરકુટિયા વગેરે ગ્રુપના સભ્યો સાથે સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ રક્તદાન કાર્યક્રમના આયોજનના નિર્ણયને સર્વએ આવકાર્યો છે