વલસાડની 181 વિધાનસભા કપરાડા યુવા મોરચાની બેઠકનું કાકડકોપર ગામે આયોજન કરવામાં આવ્યું. સૌનો સાથ સૌનો વિશ્વાસ થકી ભાજપ ના વિજયનો માર્ગ વિસ્તૃત થશે.

     વલસાડ જિલ્લાના કપરાડા મુકામે યુવા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ મહામંત્રી ભરતભાઈ, ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, વલસાડ જિલ્લાના ભાજપના પ્રભારી શ્રી વિવેકભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કનુ દેસાઈ, વલસાડના લોકપ્રિય સાંસદ કે સી પટેલ, પારડી શહેરના યુવા ઉપપ્રમુખ મયંક પટેલ, વલસાડ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી ભંડારી પરદેશ અને જિલ્લાના યુવા મોરચાના કાર્યકરો તથા કપરાડા વિધાનસભાના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીએ હાજરી આપી હતી.

    પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કપરાડા વિધાનસભાની આગામી પેટા ચૂંટણી અંગે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી. સર્વે યુવા કાર્યકર્તાઓની દ્રઢ ઇચ્છાશક્તિ મનોબળ અને ઊર્જા થકી ભાજપ નિશ્ચિત પણે જીત હાસિલ કરશે. હવે લોકો આ આત્મવિશ્વાસ કેટલો સફળ બનાવે છે એ એમના યોજાનાર ચુંટણીના લોક નિર્ણયો પર આધાર રાખશે.