ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી તાલુકા પંચાયત ખેરગામના સભ્ય તરીકે પોતાની ફરજ બજાવતા કોંગ્રેસ પક્ષના યુવા શ્રી જીજ્ઞેશકુમાર ધીરુભાઈ પટેલ હોદ્દેદાર તરીકે આજ પર્યંત કોંગ્રેસ પક્ષને મજબૂત કરવાની સતત કામગીરી કરી છે. તેમ છતાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો દ્વારા અમોની સતત અવગણના કરવામાં આવી છે. પાર્ટી મીટીંગ કે કાર્યક્રમની જાણ જાણી બુઝીને અમોને કરવામાં આવતી નથી જેના કારણે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માંથી રાજીનામું આપું છું.

   આવનારા દિવસો દરમિયાન તમારી શું કામગીરી રહશે એવા સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, હું એક આદિવાસી છું અને એક જાગૃત આદિવાસી નાગરિક તરીકે ભારતીય ટ્રાઈબલ પાર્ટી સાથે જોડાયને લોકહિતને આગળ રાખી પ્રજાલક્ષી કાર્યો કરતો રહીશ. પ્રજાએ જે મારા પર ભરોશો મુક્યો તે બદલ હું તેમનો સદા આભારી રહીશ અને જીવન પર્યંત જનસેવા સાથે જોડાઈ રહેવાનો મારો નિર્ણય છે.

BY નિરવ પટેલ