મળતી માહિતી મુજબ કપરાડા તાલુકાના માંથી સરકારી બાબુનો પબજી રમવામાં વ્યસ્ત રહી લોકોના કામના કરવાનો વિડિયો વાયરલ થયો છે
સ્થાનિક અરજદાર તલાટી ને સહી કરાવવા કરગરતો રહ્યો પણ એમનું કાર્ય બાજુ એ મૂકી ને સરકારી બાબુ પોતાની પબજી ગેમ રમવામાં વ્યસ્ત રહ્યો હતો
આદિવાસી વિસ્તારોમા આ પ્રકારની ઘટના કોઈ નવી નથી મોટા ભાગના વિસ્તારો માં સરકારી અધિકારીઓ પોતાની મનમાની ચલાવતા હોય છે અહી ઉપરી અધિકારીઓ પોતાની ફરજ નિભાવવા ચકાસણી માટે આવતા ન હોવાથી આવા ગ્રામીણ સ્તરના સરકારી બાબુઓને પોતાની ધાક જમવવાનો મોકો મળી જાય છે અને તેઓ ગ્રામીણ આદિવાસી ભોળી પ્રજા ના આવા કામો કરી આપતા નથી અને એમને નાનકડા કામ માટે આટા પર આંટા મરવતા હોય છે
હવે બહુ થયુ આવા સરકારી બાબુ ઓને શિખામણ આપવાનો સમય આવી ગયો છે આવા કર્મચારીઓ પોતાના ઘરે બેસી પોતાના શોખ પૂરો કરે એવા નવરા બનાવી દેવાનો નિર્ણય સરકારી તંત્ર લે કે ન લે પ્રજાએ લઈ લેવો જોઈએ.
By: બિપિન રાઉત