કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ બિલોને સંસદમાં પસાર કરી દેવામાં આવ્યા છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખેડૂતોના ભારે વિરોધ વચ્ચે પણ આ બિલોને મંજૂરી આપી દીધી છે અને હવે તે કાયદો બની ગયો છે. આ સિૃથતિ વચ્ચે હવે રાજ્યો દ્વારા વિરોધ વધી રહ્યો છે.
ખેડૂતો અને વિપક્ષ કેન્દ્રના કૃષિ કાયદામાં સુધારાનો દેશભરમાં વિરોધ કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસ સાશિત રાજ્યોની સરકારો હવે એવા કાયદાનો વિકલ્પ શોધી રહી છે કે જેની મદદથી કેન્દ્રના આ ત્રણ કાયદા સુધારાનો અમલ થતો અટકાવી શકાય કે તેને નિષ્ક્રિય કરી શકાય.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોને કહ્યું છે કે કેન્દ્રના આ ત્રણ કાયદાઓનો રાજ્યોમાં અમલ થતો અટકાવવા માટે રાજ્યો જ પોતાના કાયદામાં ફેરફાર કરી શકે છે આૃથવા તો નવો કાયદો લાવી શકે છે કે કેમ તે દિશામાં પ્રયાસો કરવામાં આવે.
ખાસ કરીને બંધારણના આર્ટિકલ 254(2) અંતર્ગત રાજ્યોને આ નિર્ણય લેવાનો અિધકાર છે તેમ કોંગ્રેસ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. તેથી આગામી દિવસોમાં કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કેન્દ્રના આ ત્રણ કાયદાઓનો અમલ થતો અટકાવવામાં આવે તેવી શક્યતાઓ છે. સાથે જ તેની કાયદેસરતાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પણ ગયો છે. આ બાબતે ખેડૂતોનો શું નિર્ણય આવશે તે સુપ્રીમ કોર્ટ જણાવશે.