છોટાઉદેપુર: નસવાડી તાલુકામા પાણી પુરવઠા બોર્ડ દ્રારા પાણીની પાઇપ લાઈન નાખવામાં ખેડૂતોના ઉભા પાકને જી.સી.બી મશીન દ્વારા રગદોળી નાખી ધુતરાષ્ટ્રની કામગીરી કરી પાકને નુકસાન કરતાં આદિવાસી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Decision newsને મળેલી જાણકારી મુજબ નસવાડી તાલુકાના કુપ્પા પાણી પુરવઠા યોજનામા પાઇપ લાઈન નાખવાની કામગીરીમા કોન્ટ્રાકટર દ્રારા ખેડૂતોના ઉભા પાકમા જી. સી. બી મશીન ફેરવી ધુતરાષ્ટ્રની કામગીરી કરવામાં આવી છે તેના દ્રશ્યો જોવા મળ્યા છે આ ઘટનાને લઈને ગરીબ આદિવાસી ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠયો છે. આદિવાસી વિસ્તાર છે અને અવકાસી ખેતી ઉપર આ ગામડાઓ નભે છે આ વિસ્તારમા સિંચાઈના પાણીની સુવિધા નથી. જેનાથી ખેડૂતો શિયાળામા વાવેતર કરી શકતા નથી તૈયાર થયેલો પાક પાઇપ લાઈન નાખવવાની કામગીરીમા જી. સી. બી.મશીન ફેરવી દેવાતા 20 જેટલા ગામોમાં ખેડૂતો નુકસાન થયું છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે અમારી જમીનમા પાઇપ લાઈન નાખવા માટે પાણી પુરવઠા બોર્ડએ ખેડૂતો પાસે કોઈપણ જાતની મંજુરી લીધી નથી અમને કોઈ પણ વળતર આપ્યું નથી અને પાઇપ લાઈન નાખી દીધી છે જેના લીધે ખેડૂતો આ પાઇપ લાઈન તોડી નાખવાની ચિમકી પણ ઉચ્ચારી છે જયારે 83 કરોડ થી વધુના ખર્ચ કુપ્પા પાણી પુરવઠા યોજના મંજુર કરવામાં આવી છે અને 70 થી વધુ ગામોને નર્મદા નદીનું ફિલ્ટર વાળું પાણી પૂરું પાડવાનુ છે હાલ જે પાણીની લાઈન દબાવવામાં આવી રહી છે તે જમીનની ઉપર જ દબાવવામાં આવે છે જેનાથી ખેતરોમાં ખેડૂતો કામ કરશે તે વખતે પાઇપ લાઈન તૂટવાનો ભય છે.

BY નયનેશ તડવી