દિલ્લી: ગતરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂત સંગઠનોને વાતચીત કરવા માટે નિમંત્રણ આપ્યું જેણે લઈને દિલ્હીના અલગ-અલગ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ખેડૂત સંગઠનોએ નિમંત્રણ સ્વીકાર કરી પોતાની માંગણીને લઈને ખેડૂતો સરકાર સાથે વાતચીત માટે તૈયાર થયા છે.

Decision Newsએ મેળવેલી માહિતી મુજબ ખેડૂત સંગઠનો તરફથી 5 સદસ્યીય પેનલ અન્ય મુદ્દા પર સરકાર સાથે ચર્ચા કરશે. ગઈકાલે દિલ્હીમાં સંયુક્ત કિસાન મોરચાની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કિસાન સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર ખેડૂતો સામે નોંધાયેલા બધા કેસ પાછા નહીં લે ત્યાં સુધી ધરણા સ્થળેથી હટશે નહીં.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષથી ખેડૂતો ત્રણ કૃષિ કાનૂનોના વિરોધમાં કિસાન સંગઠન દિલ્હીની અલગ-અલગ સરહદો પર પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોની નારાજગી જોતા સરકાર પોતાના ત્રણેય કૃષિ કાયદાને રદ કર્યા છે પણ  MSP (ન્યૂનતમ સમર્થન મૂલ્ય) તથા અન્ય માંગણીઓને લઇને કાયદો બનાવવાની માંગને લઈને ખેડૂત સંગઠનો હજુ અડગ જોવા મળી રહ્યા છે.