વાંસદા: કુકડા ગામમાં ૨૩ ડિસેમ્બરના રોજ કિસાન દિવસની સ્થાનિક ખેડૂતોને વિવિધ પ્રકારની ખેતી લક્ષી માહિતી આપવામાં આવી હતી જેમાં મુખ્યત્વે  આધુનિક ખેતી કરવાની અને ખેતી સાથે ટેકનોલોજીનો ઉપયોગ લઇ કેવી રીતે સફળ ખેતી અને ખેડૂત બની શકાય તે વિષયો વિષે માહિતગાર કરાયા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના કુકડા ગામમાં કિસાન દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ ખેડૂતોને ખેતીમાં પ્રોત્સાહન મળી રહે તે હતો ઉપરાંત સ્થાનિક ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવાનો અને ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કારે પાક ઉત્પાદન વધારવા અને સારા પાકનું સારામાં સારી આવક મેળવી શકે એ માટે સક્ષમતા ખેડૂતોમાં કેળવાઈ એ હેતુ પણ હતો.

આ કાર્યક્રમ ગોરાંગભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો જેમાં ગીરીશભાઈ, વિજયભાઈ, ચંદ્રકાંતભાઈ, વિપુલભાઈ, કમલેશભાઈ અને સ્થાનિક અન્ય યુવાન ખેડૂતોએ પણ ભાગ લીધો હતો.