મનોરંજન મસાલા સાથે ખિલાડી અક્ષય કુમારની આવનાર ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું 3.40 મિનિટનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યુ છે. ફિલ્મ ડાયરેક્ટ શબીના ખાન છે આ તમિલ ફિલ્મ ‘મુની 2 તથા કંચના’નું રિમેક વર્ઝન છે. આ એક્શન પેક ફિલ્મ છે જેમાં કોમેડી સાથે ડરનો પણ ડોઝ ભરપુર મળશે. આ ફિલ્મની સ્ટોરી એવી છે કે રાઘવનાં પાત્ર પર ફિલ્મ ચાલ્યા કરે છે કહી શકાય કે રાઘવ ફોકસમાં છે. જે એક ડરપોક વ્યક્તિ છે જેનાં શરીર પર એક ટ્રાંસજેન્ડર આત્મા કબ્જો કરે છે. આ ફિલ્મ 9 નવેમ્બર દિવાળી પર રિલીઝ થનાર છે.

     આ ફિલ્મમાં બેગ્રાઉન્ડ મ્યુઝિક, પિક્ચર, મોશન, એડિંટીંગ તથા એક્ટિંગ સિવાય કોમેડી અને ભયનો ફુલ ડોઝ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર તેના ચાહકોને નવા અંદાજમાં પોતાનું પાત્ર ભજવતા નજરે પડશે. લક્ષ્મી બોમ્બમાં અક્ષય કુમારની એક્ટિંગ દર્શકોને ખુબ જ ગમશે. ટ્રેલર રિલીઝ થવા પહેલા અક્ષય કુમારે કિયારા અડવાણી સાથે એક ફોટો શેયર કરી હતી જેને તેમનાં ચાહકોએ ઘણો પસંદ કર્યો હતો.

    ફિલ્મ 9 નવેમ્બરે દિવાળીનાં તહેવાર પર રિલીઝ થશે જેની માહિતી અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. ફિલ્મનાં ટ્રેલરનાં રિસ્પોન્સની વાત કરીએ તો આગળ જણાવ્યુ તેમજ કે ચાહકો અક્ષયની એક્ટિંગને નવા અંદાજમાં માણી શકશે. આ ફિલ્મમાં અક્ષય શરૂઆતમાં એક ડરપોક વ્યક્તિ છે જેમાં આત્મા ઘુસી જાય છે અને પોતાના દુશ્મનો સાથે બદલો લેય છે. શરૂઆતમાં અક્ષય કુમાર ડરપોક વ્યક્તિનું પાત્ર ભજવે છે જે તેની પ્રેમિકાનાં પરિવારને ઇમ્પ્રેસ કરવા માટે તેનાં ઘરે જાય છે. પ્રેમિકાનું પાત્ર કિઆરા અડવાણી ભજવી રહી છે. કિઆરાની માતાને આગળ જતા ઘરમાં હલચલ દેખાય છે અને આત્મા દેખાવા માંડે છે. અને અહીંથી સ્ટોરીમાં ભરપુર મનોરંજનનો દિશામાં આગળ વધે છે. એવું ટ્રેલર પરથી કહી શકાય. હવે લોકો આ ફિલ્મ જોવા પછી નિર્ણય કરશે કે અક્ષયની એક્ટિંગનો  નવો અંદાજ કેવો લાગ્યો.