નવસારી: ચીખલી તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ.૬ કરોડના ખર્ચે ૧૧-જેટલા રસ્તા-પુલના વિકાસના કામોનું ખાત મુહુર્ત કરતા સ્થાનિકોએ આ કાર્યને હર્ષભેર આવકાર્યું.

      તાલુકાના રૂમલા-પાણીખડક માર્ગ-૭૨ લાખ, રૂમલા પટેલ ફળીયા આંગણવાડી-૭ લાખ, ધોડવણી-ઝરી માર્ગ ૫૮.૮૯ લાખ, ઝરી મુખ્યમાર્ગથી ચૌધરી ફળીયા માર્ગ ૪૩-લાખ, ઝરી-બરડીપાડા માર્ગ ઉપર બોક્ષ કલવર્ટ ૪૫-લાખ, સ્લેબ ડ્રેઇન માંડવખડક-કાકડવેલ રોડ ૯૦.૧૦ લાખ, માંડવખડક-કાકડવેલ રોડ ૬૪.૨૧ લાખ, સારવણી-અંબાચ-કાકડવેલ રોડ બોક્ષ કલવર્ટ ૩૪.૩૬ લાખ, સારવણી-અંબાચ-કાકડવેલ રોડ ૧૬૭ લાખ, સારવણી ગોડાઉન ફળિયાથી બીડ ફળીયા રોડ ૨૮ લાખ, ફડવેલ દાદરા કબીર આશ્રમથી સાદડવેલ રોડ ૪૨ લાખ રૂપિયાના ગામના કામોનો પ્રારંભ શ્રી ફળ વધેરી કરવામાં આવતા સ્થનિકોની લાંબા સમયની માંગનું નિરાકરણ આવતા ખુશીનો માહોલ સર્જાયો હતો.

     આ પ્રસંગે વલસાડના સાંસદ ડૉ.કે.સી.પટેલ, ધારાસભ્ય નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ડૉ.અમીતાબેન પટેલ, સિંચાઈ અધ્યક્ષ નગીનભાઈ ગાવિત, ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ, મહામંત્રી સમીર પટેલ, બાલુભાઈ પાડવી, રૂમલના સરપંચ મણિલાલ દેશમુખ અને ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહીને પ્રસંગને સફળ બનાવ્યો હતો.