શિક્ષણ એ બાળકના વિકાસમાં ખુબ જ મહત્વનું પાસું છે. દરેક માતા-પિતા ઈચ્છે કે પોતાનું બાળક સારું શિક્ષણ મેળવે. પછી એ શિક્ષણ ઓનલાઈન કે ઓફ લાઈન, પરંતુ આજે વાલીઓની સામે એક મોટો પ્રશ્ન આવીને ઉભો છે.આવા સંજોગોમાં  ભારત દેશમાં જ નહિ પણ  વિશ્વના દરેક વિકાશીલ દેશોમાં જ્યાં શિક્ષણ માળખાગત સુવિધાની અછત ઊભી થઇ છે. ત્યારે સરકાર દ્વારા બહાર પડેલી નવી શિક્ષણ નીતિ અંગેના નિર્ણય સામે ગ્રામ્ય વિસ્તારના માતા-પિતા  અને બાળકો સમક્ષ અસમંજસ સ્થિતિ સર્જાય  છે

   બીજી બાજુ શહેરોમાં દરેક માળખાગત સુવિધા જોવા મળે છે,આ ઉપરાંત અહી ખુબ જ મોટા પ્રમાણમાં શિક્ષિત વર્ગ જોવા મળે છે. બાળકોની પાસે પણ મોબાઇલ, ટીવી,3G, 4G નેટવર્કની જેવી સુવિધા ઉપલબ્ધ હોય છે, પરંતુ અહી પણ રહેતો એક વર્ગને આ તમામ સુવિધા વંચિત થયાનું નજરે જોઈ શકાય છે. જેમ કે ઝુંપડીપટ્ટીમાં રહેતા એવા હજારો પરિવારોના બાળકોમાં ઓનલાઈન શિક્ષણની પુરતી સુવિધા ઉપલબ્ધ નથી.

   છેવાડાના  ગામડાની વાત કરીએ તો આજે પણ ગામડામાં સારી નેટવર્કની સમસ્યા છે. અને હોય તો પણ દરેક વાલીને ઓનલાઈન ઓફ લાઈન વિષે ખુબ મૂંઝવણ રહેલી છે, ઘણા બાળકો પાસે મોબાઇલ પણ હોતો નથી.  ૭ થી ૧૦ ધોરણના બાળકોને મોબાઇલમાં ઈન્ટરનેટને કેવી રીતે ઓપરેટ કરવું તેનું શિક્ષણ પુરતું નથી.આવા સંજોગોમાં ગામડાના બાળકોમાં ઓનલાઈનશિક્ષણ મેળવવાની શક્યતા નહીવત છે. અધૂરામાં પુરતું મોટા ભાગના ગામડામાં 2G કે 3G નેટવર્કની સુવિધા માંડ પોહચી છે. ગ્રામ્ય સ્તર પર  એક સુ- વ્યવસ્થિત શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે, જેમ મોબાઈલમાં નવા-નવા સોફટવેરની બદલાતા સમય સાથે જરૂર પડે તેમ શિક્ષણમાં બદલાવ માટે નવા સાધનો સુવિધાઓની જરૂર પડતી હોય છે. આમ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીના હિતને ધ્યાન રાખીને શિક્ષણ સાથે સંકળાયેલ જવાબદાર વ્યક્તિઓએ નિર્ણય લેવો રહ્યો.