વલસાડ: ૫ સપ્ટેમ્બર ગઈ કાલે ટીચર્સ ડે દેશભર ઉજવાયો શિક્ષક દિવસ એ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે ઉજવાઈ છે નવી જનરેશનના યુવાનો આ શિક્ષક દિવસની અલગ અલગ રીતે સેલીબ્રેટ કરતા જોવા મળે છે. સંજોગ વસાત આ જ દિવસે ઘણા યુવાનોના પોતાના પણ જન્મદિવસ આવતો હોય છે. આજના યુવાનો પોતાનો જન્મદિવસને યાદગાર બનાવવા માટે કઈંક નવું કરવામાં માને છે. તેમાં ઘણા યુવાનો આ દિવસ દરમિયાન સમાજ ઉપયોગી કામ કરવામાં રસ ધરાવતા હોય છે.

      જેનું ઉતમ ઉદાહરણ કાલે તાદ્રશ્ય જોવા મળી ભાજપ પારડી તાલુકાના યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકેની હાલમાં ફરજ બજાવતા નવી પેઢીના એક યુવાન મયંક પટેલ દ્વારા જન્મદિવસ સેલિબ્રેશનથી કેવી કરી સમાજના ઉપયોગી કામ પણ કરી શકાય તેનું અન્ય યુવાનોને સમક્ષ ઉતમ સંદેશ આપ્યો છે. તેમણે પોતાના જન્મદિવસ પર એક કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં જરૂરિયાત મંદ બાળકો સાથે સમય વિતાવી વૃક્ષારોપણ કરી પર્યાવરણને બચાવવાનું ઝુંબેશ ઉપાડી છે આ કાર્યક્રમ વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના યોજાયો હતો જેમાં લોક મંગલમ ટ્રસ્ટના સ્થાપક નિલમભાઈ પટેલ, અને પર્યાવરણ રક્ષક સમિતિના પ્રમુખ, ચેતન્ય મંગલમ ટ્રસ્ટના સ્થાપક તથા છેલ્લા ઘણા વર્ષોથી આધ્યાત્મક જ્ઞાનમાર્ગ (ધ્યાન,યોગ)ના દર્શક સ્નેહાબેન, ધરમપુરના જાણીતા ગોરક્ષક પ્રભાકર જાદવ વગેરે એ પોતાની ઉપસ્થિતિ નોધાવી હતી આ કાર્યક્રમ હેઠળ ૧૦૦ જેટલા વૃક્ષના રોપા રોપવામાં આવ્યા આ ઉપરાંત વર્તમાન સમયને ધ્યાનમાં રાખી માસ્ક વિતરણ અને સ્થાનિક બાળકો સાથે સમય વિતાવી એને જીવનમાં આગળ વધવા માટેનું માર્ગદર્શન પણ પૂરું પડવાનું કાર્ય કરવામાં આવ્યું.

તેમનું કહવું હતું કે  તેઓ પોતાના જન્મ દિવસ પર ઘટતા જતા જંગલોને બચાવવા માટે વૃક્ષારોપણ કરી પર્યાવરણની સમતુલા જાળવવામાં ભાગીદાર બનવાનો હેતુ અને જરૂરિયાતમંદ લોકોને મદદ રૂપ બનવા માંગતા હતા એમની  ખુશીમાં ભાગીદાર થઇ આ જ દિવસની ખુશી એમના જોડે વહેંચી એમની ખુશીનો અહેસાસ કરવા માંગતા હતા તેમની ઈચ્છા છે કે બાળકોમાં પર્યાવરણ સંરક્ષણ વિશેની જાગૃતિના બીજ નાનપણમાં જ વાવવામાં આવે. તથા દરેક યુવાનોએ પોતાના જન્મ દિવસ નિમિત્તે જો ૧૧ વૃક્ષોના રોપવાનો નિર્ણય કરે તો જંગલોનું પ્રમાણમાં વધારો થશે અને પર્યાવરણની સમતુલાને આપણે જાળવી શકીશું અને આવનારી જનરેશનની સારા પર્યાવરણની ભેટ આપી શકીશું