પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

કપરાડા: ગતરોજ સાંજે એકલી પોતાની મોટી મમ્મીના ઘરેથી પોતાના ઘરે જવા નીકળેલી કપરાડાની 14 વર્ષની સગીરા એક યુવકે લીફ્ટ આપવાના બહાને જંગલ વિસ્તારમાં લઇ જઈ સગીરાની મરજી વિરુદ્ધ સગીરા ઉપર દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ થોડા દિવસો પહેલા માધુરી (નામ બદલેલ છે) નામની 14 વર્ષીય સગીરા તેની મોટી મમ્મીના ઘરે ગઈ હતી ત્યારે સાંજે 8 કલાકની આસપાસ ત્યાંથી પોતાના ઘરે આવવા નીકળી તે દરમિયાન રસ્તામાં કાવચા નદીના પુલ પાસે બાઈક પર પસાર થતા યુવકે સગીરાને કહ્યું કે હું તે ગામ તરફ જઈ રહ્યો છું ચાલો તમને ઘરે ઉતારી દઈશ એમ કહી લીફ્ટ આપી. પણ બાઈક ચાલકની દાનત બગડતાં તે સગીરાને કપરાડાના જંગલમાં લઇ ગયો અને ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું અને ધમકી આપી કે  કે જો તેણીએ આ વાત કરી તો તેની ખેર નથી. બાદમાં યુવક સગીરાને તેના ઘરથી થોડે દુર ઉતારી ગયો

સગીરા સમયસર ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ કરી પણ કોઈ પત્તો મળ્યો નહિ અને સગીરા રાત્રે 1 વાગે ઘરે આવી તો તેણીને પૂછતા તેણીએ તેની સાથે બનેલી આપવીતી પરિવારના લોકોને જણાવી હતી. હાલમાં આ યુવક સગીરાના ગામમાં જ રહેતો હોવાનું જાણવા મળ્યું છે. સગીરાના પરિવારજનોએ નાનાપોંઢા પોલીસ મથકે આ ઘટનાને લઈને ફરિયાદ લખાવી છે તેના આધારે નાનાપોંઢા પોલીસે સગીરાનું નિવેદન નોંધી લઇ, સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.