ઝઘડિયા: ભારત આદિવાસી પાર્ટી (BAP) ના એક ડેલિગેશન ગતરોજ છોટુ વસાવાની મુલાકાત કરી અને છોટુ વસાવાને ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક બનાવા માટેનો પ્રસ્તાવ મુક્યો હતો. જે પ્રસ્તાવ છોટુ વસાવાએ સ્વીકાર્યો લીધો હતો.
આ પ્રસંગે છોટુ વસાવાએ કહ્યું કે રાષ્ટ્રીય સંરક્ષક તરીકેની મારી જવાબદારી હું સ્વીકારું છું અને ભારત આદિવાસી પાર્ટી માટે તેના નેજા હેઠળ આખા ભારતમાં ચૂંટણી હોય કે ના હોય આદિવાસી સમાજ સાથે થતા અન્યાય સામે તથા અન્ય શોષિત વર્ગની સમસ્યા બાબતે લડત આપીશું, આગામી લોકસભાની ચૂંટણી લગભગ બધા જ ટ્રાયબલ બેઠક પર BAPના બેનર હેઠળ ચૂંટણી લડાવીશું, ગુજરાતમાંથી ઉમેદવારોને લોકસભાની ચૂંટણી માટે ઉતારવા બાબતે આગામી બે દિવસમાં તેઓ નક્કી કરી તેમનું લિસ્ટ જાહેર કરશે, લોકસભાની ચૂંટણીને લઈને અમારા એજન્ડામાં શિડ્યુલ પાંચ અને શિડ્યુલ 6 રહેશે, આદિવાસી સમાજને જે મુશ્કેલી પડી છે તે બાબતે તથા અત્યાર સુધી સંવિધાનની જે વાત કરવામાં આવી નથી તે બાબતે, સમાજનું જે શોષણ થયું છે તે બધા મુદ્દા પર અમે ચૂંટણી લડીશું.
ચૂંટણી છે એટલા માટે નહીં પરંતુ અમારી સાથે અન્યાય થશે તો અમે આંદોલન પણ કરીશું, તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જે સરકારો આવી જે લોકો ચૂંટાયા તે જ અમારા માટે મોટી સમસ્યા છે એમની સામે અમે સંગઠિત થઈ લડત આપીશું, લોકસભાના ભાજપના અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બાબતે એમને જણાવ્યું હતું કે એ એ લોકો નેતા છે જ નથી, મનસુખભાઈ છેલ્લા ૩૦ વર્ષથી ચૂંટાય છે એ લોકોએ અમારા માટે સમાજ માટે આજ દિન સુધી એક શબ્દ પણ બોલ્યા નથી, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ગામડાઓ ખતમ કરી નાખ્યા છે એવા લોકોને કેવી રીતે આદિવાસીઓ મત આપશે ? અને અમે તેમને જાગૃત કરીશુ અને એવા ઉમેદવારને મત આપવા નહી દઈએ તેમ તેમણે જણાવ્યું હતું, જે લોકો સમાજ માટે એક શબ્દ પણ બોલ્યા નથી એ લોકો ને અમે ઉમેદવાર કેવી રીતે માનીશું, ચૈતર વસાવાને લઈને કહ્યું કે આદિવાસી સમાજ માટે લડતો હતો એનો જન્મ તો અહી થયો છે અને આજે ક્યાં જઈને બેઠો છે તો અમારે શુ સમજવુ ? 2024 લોકસભા ચૂંટણીમાં પણ છોટુ વસાવા લગભગ BAP પાર્ટીમાંથી જાતે ઉમેદવારી કરશે તો ભરૂચ લોકસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે.
આ બેઠકમાં પ્રમુખ મોહનભાઈ રોત, રાજસ્થાનના ધારાસભ્ય થાવરચંદ ડામોર, રતલામના ધારાસભ્ય કમલેશ્વર ડોડીયાર સહિત BAP ના રાષ્ટ્રીય સદસ્ય દિલીપ વસાવા, રાષ્ટ્રીય પ્રવક્તા, મધ્યપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં BAP ની ટીમ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.