ધરમપુર: મદદે પોહ્ચેલી 108માં જ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા મોહનાકાવચાળી ગામની સુશીલાબેન ઇલેશભાઈ ધાકલ નામની આદિવાસી મહિલાએ બે જોડિયા બાળકોને સુરક્ષિત રીતે જન્મ આપ્યાની ઘટના સામે આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સવારના 5 કલાકની આસપાસ ધરમપુરના મોહનાકાવચાળી ગામની સુશીલાબેનને પ્રસવ પીડા ઉપડતા ઇમરજન્સી 108ને ફોન કર્યો હતો અને ઇમરજન્સી કોલને લઈ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સની ધરમપુરની ટીમ તાત્કાલિક ધોરણે મોહનાકાવચાળી ગામમાં પહોંચી હતી અને ફરજ પરના EMT ગણેશ ગાંવિત તથા પાઇલોટ મિતેષભાઈ પટેલ ગર્ભવતી સુશીલાબેનને લઈ હોસ્પિટલ માટે નીકળ્યા હતા પણ રસ્તામા મહિલાને પ્રસૂતિનો અસહ્ય દુખાવો થતા લગભગ 6:46 વાગ્યે ઇ.એમ.ટી.એ વેરીભવાડા ગામમાં એમ્બ્યુલન્સ રોડની સાઈડમાં ઉભી રખાવી અમદાવાદ હેડ ઓફિસમાં હાજર ડો.મોક્ષ સાથે ટેલિફોનિક સંપર્કમાં માર્ગદર્શન મેળવી એમની સૂચના પ્રમાણે કામગીરી કરી એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી.
સુશીલાબેને જોડિયા બાળકોને જન્મ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં ધરમપુર હોસ્પિટલમાં માતા તથા નવજાત શિશુ જોડિયા બાળકીઓને પ્રાથમિક સારવાર આ[આપવામાં આવી રહી છે. મોહનાકાવચાળી ગામના લોકો EMT ગણેશ ગાંવિત તથા પાઇલોટ મિતેષભાઈ પટેલના ભરપેટ વખાણ કરી રહ્યા છે.