વાંસદા: વર્તમાન સમયમાં આદિવાસી વિસ્તારમાં લગનની સિઝન ચાલુ રહી છે ત્યારે વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં 19 જોડા સમુહ લગ્નમાં વાંસદા તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા બીપીન માહલા દ્વારા બેડા અને બહેનોને સાડીનું કન્યાદાન કર્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદાના અંકલાછ ગામમાં 19 જોડાનું સમૂહલગ્નનું આયોજન ગજનભાઈ, નટુભાઈ, ગામના સરપંચ રૂપેશભાઈ ગાંવિત, રાયુભાઈએ કર્યું હતું. સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા વાંસદા તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા બીપીન માહલા સહ પરિવાર સાથે હાજરી આપી દરેક જોડાને બેડા અને દરેક બહેનો સાડી ભેટ આપી કન્યાદાનની રીતરસમ નિભાવી હતી.

બિપીન માહલાએ કહ્યું કે આપણે આજે જોઈએ છે કે મોટાભાગની બચાવેલી મૂડી લગ્નમાં વાપરી નાંખીએ છીએ અને લગ્નમાં આજુબાજુ પડોશી પાસેથી ઉછીના પૈસા લઈએ છીએ. કોઈ વખત આપણે વ્યાજ પર પણ પૈસા લઈએ છીએ, લગ્ન પૂર્ણ થઇ જાય પછી આ રકમ આપવામાં ઘણી મુશ્કેલી પડે છે. જેથી આગેવાનોએ ભેગા મળીને સમૂહ લગ્નનું ખાસ આયોજન કરવું જોઈએ અને દરેક વડીલો સાથે ભેગા મળીને આ વિશે ચર્ચા વિચારણા પણ કરવી જોઈએ. દરેક ગામોમાં કોઈ સમૂહ લગ્ન કરવા માંગતા હોય તેને જરૂરથી મદદરૂપ થઈશ.