પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

દમણ: દેવકા બીચ ની એક હોટલમાં ભાજપના એક હોદ્દેદાર અને વલસાડ શહેરની નજીકના ગામના માજી ડેપ્યુટી સરપંચની અને વેઈટરોની બબાલ થઇ જતાં વેઈટરોએ ભેગાં થઈ તેઓની બંનેની ભારે ધોલાઈ કરી હોવાની લોકચર્ચા ઉઠી છે.

ગુજરાત સમાચારના અહેવાલ અનુસાર વલસાડ શહેર નજીક આવેલા એક ગામનાં માજી ડેપ્યુટી સરપંચ અને હાલમાં ભાજપનાં હોદ્દેદાર દમણના દેવકા બીચ પર આવેલી હોટેલમાં શરાબ- કબાબની ખાણી-પીણી કરી રહ્યા હતા તે દરમિયાન એક વેઇટર સાથે બોલાચાલી થઈ અને ભાજપ નેતાનાં રૂઆબ અને શરાબના નશામાં યુવા મોટી બબાલ કરી નાખી હતી આ સમયે હોટેલનાં મેનેજર સહિત અન્યોને બંન્ને નેતાને સમજાવવા પ્રયત્ન કર્યો પણ સત્તાના અને દારૂનાં નશામાં ભાન ભૂલેલા બંન્નેએ વધુ ધમાલ મચાવતા હોટેલનાં વેઇટરો ભેગાં થઈ ગયા હતા અને બન્નેની ભારે ધોલાઈ કરી હતી. આ બંને દમણ થી જેમ તેમ કરીને ભાગીને વલસાડ આવ્યા અને એમના જીવમાં જીવ આવ્યો હશે.

એવી પણ ચર્ચા છે કે એક સપ્તાહ પહેલા ગામનાં માજી ડેપ્યુટી સરપંચે તિથલ રોડ પર હાઉસિંગમાં રાત્રે ૧૧ વાગ્યા આસપાસ દારૂનાં નશામાં ચકચુર થઈને આવી ભાજપનાં જ એક અગ્રણીને મારવાં આવી મોટી બબાલ કરી હતી.