વલસાડ: ભાજપના ઉમેદવાર ધવલ પટેલે લોકસભાની ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધાના આજે ઘણાં દિવસો વીતી ચૂકયા છે ત્યારે ચૂંટણીના ઉમેદવાર ધવલ પટેલ સાથે ઇન્ફોહન્ટ ન્યુઝએ વાત કરવાનો પ્રયત્ન કરતા કનુભાઈ દેસાઈએ ધવલ પટેલને કંઈ નહીં પૂછો તેમ કહી પોતાની સાથે લઈ કારમાં બેસી ગયા હતા. જેને લઈને હાલમાં મીડિયામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, વાપી-પારડી વિધાનસભા વિસ્તારમાં મતદારોએ હંમેશા ભાજપની વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે. તેથી લીડ કેટલી મેળવવી એ મહત્વનું છે. એ માટે દરેક કાર્યકરોને બુથ વાઇઝ કામગીરી સોંપી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, લોકસભા ચૂંટણી 2024માં ભાજપના ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન મીડિયા સમક્ષ આપેલા નિવેદનથી અન્ય જિલ્લામાં વિવાદનો વંટોળ ઉઠી રહ્યો છે. જે ધ્યાને આવ્યા બાદ હાઇકમાન્ડ દ્વારા દરેક ઉમેદવારને મીડિયા સમક્ષ મૌન રહેવા આદેશ ફરમાવ્યો છે.