કપરાડા: ભાજપનો એક એવો જિલ્લા પંચાયત સભ્ય જે બોતાનું બોર્ડ સુધ્ધા સરખું ન કરી શકતો હોય તે જનતાનું શું સારું કરશે ? પોતાના વાહનમાં પોતાની ઓળખ માટે રાખેલું બોર્ડને ઉલટું મૂકી ફરતા આ પંચાયત સભ્ય વિષે શું કહેવું ? એવા સવાલો હાલમાં લોકચર્ચામાં કપરાડાના નાનાપોંઢાં વિસ્તારમાં થઇ રહી છે.
આજે કપરાડાના નાનાપોંઢાં વિસ્તારમાં ભાજપનો કોઈ સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું જેમાં કપરાડાના કરચોડ જિલ્લા પંચાયત સભ્ય ભગવાન ભાઈ સોમાભાઈ બાતરી નામના મહાશય પોતાની ગાડીમાં પોતાના પદનું ઉલટું બોર્ડ મૂકીને વટ સાથે આવ્યા. ત્યારે ત્યાના સ્થાનિક યુવાનોમાં હસીને પાત્ર બની ગયા હતા. ભાજપ જેવી વિશ્વની સૌથી મોટી પાર્ટીના આ પંચાયત સભ્ય આમ નાક કપાવતો ફરે તો એ તો કેમ સહી લેવાય બોલો..
ભાજપના કરચોડ જિલ્લા પંચાયત સભ્ય ભગવાન ભાઈ સોમાભાઈ બાતરી પોતાની ઓળખનું બોર્ડ પોતાની ગાડીમાં સરખું ન મૂકવાનું ધ્યાન ના હોય તો કપરાડા વિસ્તારના લોકોની સમસ્યા અને પ્રશ્નો પર એમનું ધ્યાન ક્યાંથી હોવાનું એ એક ચિંતાજનક પ્રશ્ન છે… હવે આવા લોકો જિલ્લા પંચાયત બની શું લોકોના કામ કરતા હશે ખરા ? તમે જ વિચારી લો..