રાષ્ટ્રીય: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.ચૌધરી ચરણસિંહજી અને સ્વ.પી.વી.નરસિમ્હા રાવજી તેમજ કૃષિ વૈજ્ઞાનિક સ્વ ડો.સ્વામીનાથનજીને સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’થી સન્માનવાની ઘોષણા કરી છે.

આ ઘોષણાને આવકારતા નવસારી સાંસદ C R પાટીલ પોતાના ફેસબુક પેજ પર નોંધે છે કે જણાવે છે કે અન્નદાતાશ્રીઓનાં હિત માટે સદાય અડીખમ રહી પોતાનું સમગ્ર જીવન અન્નદાતાશ્રીઓનાં અધિકાર અને કલ્યાણ માટે સમર્પિત કર્યું. રાષ્ટ્રનિર્માણનાં કાર્યોમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા સ્વ ચૌધરી ચરણસિંહજીને વંદન કરું છું. એમનાં કાર્યો આજે પણ પથદર્શક બની રહ્યા છે.

પી.વી.નરસિમ્હા રાવજીએ ભારતની વિદેશનીતિ, શિક્ષણનીતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું, ભારતનાં આર્થિક વિકાસને એક નવી દિશા ખોલી આપી, ભારતનાં સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસાનું જતન કરનારા પી.વી.નરસિમ્હા રાવજીને કોટિ કોટિ નમન કરું છું. એમનાં કાર્યો આજે પણ નવી રાહ ચીંધી રહ્યા છે.

ડો. સ્વામીનાથનજીએ આપણી કૃષિને આધુનિકતા બક્ષી, ભારત કૃષિક્ષેત્રે આત્મનિર્ભર બને એ માટે એમણે પાયાનું કાર્ય કર્યું, એમનાં વિચારો આજે પણ પ્રેરણા પૂરી પાડે છે, એમને વંદન પાઠવું છું. આ ત્રણેય મહાનુભાવોનાં વિચારો અને એમની જીવનગાથા આજે પણ દિવાદાંડી સમાન છે.