ગાંધીનગર: 15 મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત સબ સ્ટેશનો દીઠ કેટલા ફિડરોમા નવસારી અને તાપી જિલ્લામાં વીજળી આપવામાં આવે છે ? ખેડૂતો ખેતી વિષયક કેટલા કલાક વીજળી આપવામાં આવે છે. અને ખેડૂતોને કાયમી ધોરણે વીજળી આપવા માટે સરકારનું શુ આયોજન છે ? ગુજરાત વિધાનસભામાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલ કિસાન સૂર્યોદય યોજના વિશેનો પ્રશ્ન અંબાજીથી ઉમરગામના આદિવાસી ખેડૂતો તેમજ બક્ષીપંચ સમાજના ખેડૂતોને : સ્પર્શે એવો હતો.
દરરોજ દિવસની વીજળી આપવાને બદલે દર 7 દિવસે સમય બદલાતો હોય છે. રાત્રીના સમયે વીજળી આપતા ખેડૂતોએ ખૂબ જ મુશ્કેલી ભોગવવાની આવતી હોય છે. જંગલ, ડુંગરાળ તેમજ અંતરિયાળ વિસ્તારોમા દીપડા, ભૂંડ,જન-જનાવરના ત્રાસને કારણે દરેક વિસ્તારનો ખેડૂત પોતાના પાકને પાણી પીવડાવવા જઈ શકતો નથી. વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબમાં જે જવાબ રજૂ થયો એમાં વાંસદા,ચીખલી, ખેરગામ જેવા વિસ્તારોમાં માત્ર ફડવેલ અને રાનકુવામાં માત્ર એક ફીડર આવેલું છે. જ્યારે અંકલાછ, લાછકડી, લીમઝર,મહુવાસ, પ્રતાપનગર, સરા,વાંગણ, વાંસદા, ચીખલી, ગોડથલ, રૂમલા, સાદડવેલ,ખેરગામ, જામનપાડા તેમજ ગણદેવી અને ટાંકલમાં એક પણ ફીડર આવેલું નથી. તેમજ ખેતી માટે કેટલા કલાક વીજળી આપવામાં આવે તેના જવાબમાં માત્ર ૮ કલાક અને સરકાર દ્વારા કાયમી ધોરણે વીજળી આપવામાં પ્રશ્નના સરકાર ખેડૂતોને વીજળી ડિસેમ્બર-૨૦૨૪ સુધીની વાતો કરવામાં આવી હતી.
‘કિસાન સૂર્યોદય યોજના દ્વારા આદિવાસી વિસ્તારના ખેડૂતોને દિવસે વીજળી આપવાના વાયદા કરવામાં આવ્યા હતા. પરંતુ વાંસદા, ચીખલી, ખેરગામ જેવા તાલુકામાં ફીડરો જ નથી તો દિવસે વીજળી કેવી રીતે મળશે ? કિસાન સર્વોદય યોજના માત્ર ખેડૂતો માટે લોલીપોપ સમાન છે’. – અનંત પટેલ, વાંસદા ચીખલી ધારાસભ્ય