ધરમપુર: આજરોજ સેલવાસ સામરવરણી ગામના વિધાર્થી અને વિધાર્થીનીઓથી ભરેલી બસ ધરમપુર તાલુકાના વિલ્સન હિલ તરફ જતાં આવતા આવધા ગામના ધાટમાંથી પસાર થઇ રહેલી બસમાં અચાનક આગ લાગવાથી બસ બળીને ખાખ થઇ જવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ સેલવાસ સામરવરણી ગામની સ્ફુલના વિધાર્થી પર્યટન અર્થે વિલ્સન હિલ પર્યટન માટે આવી રહ્યા હતા ત્યારે ધરમપુર તાલુકાના આવધા ધાટમાંથી પસાર થઇ રહેલી બસ અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકો પાસેથી મળેલી જાણકારી મળી છે.

હાલમાં બસમાં સવાર કોઈની પણ જાનહાની થયાની ખબર મળી નથી આ ગગની ઘટના બન્યા ને તરત જ એવા સવાર વિધાર્થી- અને વિધાર્થીનીઓ બસમાંથી ઉતારી ગયા હતા. બસ ડ્રાઈવર- અને કંડકટર પણ સમયસુચકતા વાપરી નીચે ઉઅત્રી ગયા હતા પણ બસ આગમાં બળીને ખાખ થઇ ગઈ હતી.

Bookmark Now (0)