દાહોદ: આજરોજ BTP ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડાના આદેશ અનુસાર BTP દાહોદ જિલ્લા કાર્યકારી પ્રમુખ ક્રિષ્ના ચારેલના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લા BTP કાર્યાલય પર નવા હોદ્દાની નિમણુંક આપવાની હોવાથી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ BTP ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડાના આદેશ અનુસાર BTP દાહોદ જિલ્લા કાર્યકારી પ્રમુખ ક્રિષ્ના ચારેલના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લા BTP કાર્યાલય પર નવા હોદાની નિમણુંક આપવાની હોવાથી બેઠક થઇ હતી.

આ બેઠકમાં તમામ BTP પાર્ટીના હોદેદારો, કાર્યકર્તા દ્વારા હાજર રહી ચર્ચા વિચારણા કરીને તમામ હોદેદારો, કાર્યકર્તાની સમંતિ લઈ દાહોદ શહેર પ્રમુખ તરીકે શાહરુખભાઈ શેખ તથા દાહોદ તાલુકા મહામંત્રી તરીકે કમલેશભાઈ ડામોરને નિમણુંક કરવામાં આવી છે.

Bookmark Now (0)