વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા નિયામક, ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીના સંકલનમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ના મુદ્દાઓને ધ્યાનમાં રાખી “સેતુ” પ્રકલ્પ અંતર્ગત રાજ્ય સ્તરીય સેમિનાર ‘જાતિગત અસમાનતા અને સામાજિક અસર’ વિષય પર રાજ્ય સ્તરીય સેમિનાર યોજાયો હતો.

આ કાર્યક્રમના ઉદ્દઘાટક પ્રાંત અધિકારી ડી. આઈ, પટેલએ અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું. આચાર્ય ડૉ. વાય. જે. મિસ્ત્રીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરીને મહેમાનોનું હાર્દિક સ્વાગત કરી સહભાગી મિત્રોને શુભેચ્છા પાઠવી હતી. મુખ્ય વક્તા ડૉ. મધુભાઈ ગાયકવાડે સ્ત્રી-પુરુષની પ્રારંભિક સ્થિતી, જાતિગત અસમાનતાના પ્રકારો અને આંકડા સાથે જાતિગત અસમાનતાથી થતી સામાજિક અસરો વિસ્તૃતથી પ્રસ્તુત કરી હતી. ડૉ. મોસમબેન ત્રિવેદી દ્વારા નવી પેઢીમાં જાતિગત સંવેદનશીલતા” પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. એડવોકેટ નીલેશભાઈ પટેલ હિંસાની વિકાસ પર અસર વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. એડવોકેટ સુદર્શનાબેન ગામિત દ્વારા ‘જાતિગત અસમાનતાની વિકાસ પર અસર’ વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

મહેમાનો અને મુખ્ય વક્તાઓને પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ આપી હાર્દિક અભિવાદન કરવામાં આવ્યું હતું, સહભાગી મિત્રોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઓનલાઇન અને ઓફલાઈન યોજાયો હતો. ડૉ. રાકેશભાઈ ગાવિત દ્વારા આભારવિધિ કરી રાષ્ટ્રગાન દ્વારા સેમીનારની પુર્ણાહુતી કરવામાં આવી હતી.